News of Friday, 23rd January 2026
નેગોશીએબલ એકટના કેસમાં સજાના વોરંટમાં ફરાર આફતાબ અને પૃથ્વી પકડાયા
થોરાળા અને એ-ડીવીઝન પોલીસે બંનેને દબોચ્યા

રાજકોટ, તાન.૨૩: શહેરના થોરાળા અને એ-ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયેલા ચેકરીટર્નના કેસમાં સજાના વોરંટમાં નાસતા ફરતા બે શખ્સોને પોલીસે પકડી લીધા હતા.
મળતી વિગત મુજબ શહેરના અલગ-અલગ વિસ્તારમાં નાસતા ફરતા શખ્સોને પકડી પાડવા માટે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા તથા એડીશનલ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા તથા ડીસીપી રાકેશ દેસાઇની સૂચનાથી થોરાળા પોલીસ મથકના પીઆઇ એન.જી.વાઘેલાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ.એસ. મહેશ્વરી, હેડકોન્સ હરેશભાઇ ગેડીયા અને ભગીરથસિંહ જાડેજા સહિતે પેટ્રોલિંગ દરમ્યાન બાતમીના આધારે નેગોશીએબલ એકટના ગુનામાં સજાના વોરંટમાં પાંચ વર્ષથી ફરાર આફતાબ સુલેમાનભાઇ જીંદાણી (રહે. આકાશદીપ સોસાયટી શેરી નં.૧૨, દૂધસાગર રોડ) ને તેમજ એ ડીવીઝન પોલીસ મથકના પી.આઇ.બી.વી. બોરીસાગરના માર્ગદર્શન હેઠળ હેડકોન્સ સામતભાઇ ગઢવી, કોન્સ બુટાભાઇ, કિરપાલસિંહ તથા હોમગાર્ડ સાહિલભાઇ અને પરાગભાઇ સહિતે બાતમીના આધારે નેગોશીએબલ એકટના ગુનામાં સજાના વોરંટમાં ફરાર પૃથ્વી જયેશભાઇ ચોૈહાણ (ઉ.૨૫) (રહે. મોચી બજાર સટ્ટાબજારની સામે) ને પકડી લઇ કોર્ટ હવાલે કર્યા હતા. (૩.૧૬)
(3:58 PM IST)










