News of Saturday, 24th January 2026
દાણાપીઠમાં વર્ષો જુનુ યુરિનલ દુર કરવાની કાર્યવાહી થતા વેપારીઓમાં આક્રોશ
મનપાના અધિકારીઓ દૂર કરવાની કામગીરી વિના નાસી ગયા

રાજકોટ તા.૨૪: શહેરના દાણાપીઠ બજારમાં આવેલી ૭૦ વર્ષ જુની પબ્લિક યુરિનલ દૂર કરવાની કાર્યવાહી મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કરવામાં આવતા વેપારીઓમાં હોબાળો મચી ગયો હતો.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ બે દિવસ પુર્વે મનપા તંત્ર દ્વારા દાણાપીઠ વિસ્તારમાં આવેલ પબ્લિક યુરિનલ દૂર કરવાની છે તેમ કહી ગયા હતા દરમ્યાન આ વાત સાંભળી વેપારીઓ દુકાન બહાર નીકળી આવ્યા હતા અને વેપારીઓનો વિરોધ થતા મનપાના અધિકારીઓએ નિર્ણય કર્યા વિના નાસી ગયા.
દાણાપીઠના વેપારીઓએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે પબ્લિક યુરિનલ પાસે એક બિલ્ડિંગ બની રહ્યું છે કદાચ તે બિલ્ડિંગના એલિવેશનમાં આ યુરિનલ આડે આવતી હોય દૂર કરવા પ્રયાસ કરવામાં આવ્યો હોય તેમ જણાય રહ્યું છે.
(3:06 PM IST)










