<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th January 2026

લેખીત પરિપત્ર- સૂચના વગર OTPથી અનાજનું સસ્‍તા અનાજની દૂકાનો ઉપરથી વિતરણની મનાઇ કરવી એ જોહુકમીઃ દૂકાનદારો

OTPથી વિતરણના આંકડાઓ જાહેર કરીને વેપારીઓ ઉપર કાદવ ઉછાડવાનું કાર્યઃ હિતુભા જાડેજા

રાજકોટ તા.૨૪: સસ્‍તા અનાજના દૂકાનદાર એસો.ના હોદેદાર હિતુભા જાડેજા તથા અન્‍ય દૂકાનદારોએ નિવેદનમાં જણાવ્‍યુ છે કે, મજૂરી કરીને કામવા જતા ખેત મજુર શ્રમીકો વળદ્ધ અને અશક્‍ત બીમાર લાભાર્થીઓ સર્વર નાં ધાંધીયા ધીમી સ્‍પીડ અનેક પ્રકાર ની સિસ્‍ટમમાં આવતી એરર જેવા જુદા જુદા કારણોથી બાયોમેટ્રિક ફિંગર કેપ્‍ચર દ્વારા ઓથેન્‍ટીકેશન ન થવાથી રાજ્‍ય સરકાર દ્વારા વન ટાઈમ પાસવર્ડ નો બિજો વિકલ્‍પ રાખવામાં આવ્‍યો છે અને આ વિકલ્‍પ ગ્રાહકો માટે પ્રમાણમાં સરળ હોવાને કારણે રેશનકાર્ડ ધારકો ફિંગર પ્રિન્‍ટ કેપ્‍ચર ન થવાના કારણે ઓટીપી થી જથ્‍થો મેળવવા માટે આગ્રહ રાખતા હોય છે જેને કારણે વેપારીભાઈઓ સરકાર દ્વારા કાયદેસર મુકવામા આવેલા આ વિકલ્‍પનો ઉપયોગ કરવા માટે ગ્રાહકોને મનાઈ ન કરી શકે જેથી ઓટીપી થી વિતરણ કરવામાં આવતુ હોય છે. ઓટીપીનો વિકલ્‍પ એ યુ.આઈ.ડી.એ. દ્વારા કરેલી વ્‍યવસ્‍થા છે અને યુ.આઈ.ડી.આઈ.એ. એ આધાર અધિનિયમ ૨૦૧૬ ના કાયદાથી રચાયેલી ઓથોરીટી છે અને ઓટીપીથી વિતરણ ન કરવાની સુચના એ આ ઓથોરિટી એ આપેલી ઓટીપીની વ્‍યવસ્‍થાને એક રીતે પડકાર છે.  ખબર નહી શા માટે આ કાયદેસર ના વિકલ્‍પ નો ઊપયોગ કરવાની ગેરકાયદેસર રીતે મનાઈ કરવામાં આવે છે  કોઈ લેખિત પરિપત્ર કે લેખીત સુચના વગર ઓટીપીથી વિતરણ ની મનાઈ કરવી એ એક પ્રકારે જોહુકમી છે.

  જો વિભાગ અથવા સરકાર ન ઈચ્‍છતા હોય કે રેશનકાર્ડ ધારકોને ઓટીપી થી વિતરણ થાય તો હુકમ જાહેર કરીને આ પ્રકારે વિતરણ નો વિકલ્‍પ બંધ કરી દેવો જોઈએ જેથી વાજબી ભાવ ના દુકાનદાર ભાઈઓ ને અધિકારીઓ અને રાશનકાર્ડ ધારકો વચ્‍ચે પીસાવવું ન પડે. મૌખિક મનાઈ અને વ્‍યવહારમા ચાલુ રાખવામા આવેલી આ પધ્‍ધતિને કારણે વેપારીભાઈઓ પર શંકા કરવી ઓટીપીથી વિતરણના આંકડાઓ અમૂકમાં પ્રસિધ્‍ધ કરાવવાથી નજીવા કમિશનથી કામ કરતા વેપારીભાઈઓ ની નાહકની મંથરાવટી મેલી થાય છે જે એક પ્રકારે પુરવઠા વિભાગની પણ ફજેતી છે.ઓટીપી થી વિતરણ ના આંકડાઓ જાહેર કરીને વેપારીભાઈઓની કામગીરી પર કાદવ ઊછાડવાનુ કાર્ય થઈ રહ્યુ છે તે તંત્ર અને દુકાનદાર વચ્‍ચે તિરાડ પાડવાની મંછા સમાન છે રાજ્‍યનો વાજબી ભાવની દુકાનનો સંચાલક રાજ્‍ય સરકાર ની નીતી નિયમોને આધીન કામગીરી કરે છે વખતોવખત ના કાળા કાયદાઓ સમાન પરીપત્રો દ્વારા થયેલા આદેશોનુ પાલન પણ દુકાનદાર કરતા રહે છે.

દુકાનદારોને કરવામા આવતી સતત હેરાનગતિથી જાહેર વિતરણ વ્‍યવસ્‍થા માથી વાજબી ભાવના દુકાનદારની બાદબાકી કરવાના કિમીયા થતા હોય એવુ સામાન્‍ય દુકાનદાર સમજી રહ્યો છે

(3:03 PM IST)