તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th January 2026
૬ મહિનાની દેવાંશીનું શરદી થયા બાદ બેભાન થઇ જતાં મોત
નાના મવા આવાસના દંપતિએ લગ્નના દસ વર્ષ બાદ જન્મેલી દિકરીને ગુમાવતાં શોકની કાલીમા

રાજકોટ તા. ૨૪: નાના મવા આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતાં પરિવારની ૬ મહિનાની દિકરીનું શરદી થઇ ગયા બાદ મોત નિપજતાં કલ્પાંત સર્જાયો હતો. કરૂણતા એ છે લગ્નના દસ વર્ષ બાદ દંપતિ આ દિકરીના માતા-પિતા બન્યા હતાં.
જાણવા મળ્યા મુજબ નાના મવા આવાસમાં રહેતાં રાજશેભાઇ નિમાવતની દિકરી દેવાંશી (ઉ. ૬ મહિના) સવારે સાડા નવેક વાગ્યે ઘરે બેભાન થઇ જતાં ઝનાના હોસ્પિટલના બાળકોના વિભાગમાં દાખલ કરાઇ હતી. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. બનાવની જાણ તાલુકા પોલીસને કરવામાં આવી હતી.દેવાશીંને બે દિવસથી શરદી થઇ હતી અને તેની દવા પણ ગઇકાલે લીધી હતી. આજે અચાનક બેભાન થઇ ગયા બાદ દમ તોડી દીધો હતો. રાજેશભાઇ રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. લગ્નના દસ વર્ષ પછી તે આ દિકરીના પિતા બન્યા હતાં. બનાવની નિમાવત પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
(3:08 PM IST)










