<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th January 2026

ગણતંત્ર દિવસ નિમિતે સોમવારે ‘‘રાષ્‍ટ્ર ગોૈરવ યાત્રા''

બલાભવનથી પ્રસ્‍થાન અને કરણપરામાં સમાપન : ૨૫૧ ફૂટનો રાષ્‍ટ્રધ્‍વજ આકર્ષણ જમાવશે

રાજકોટ : તા.૨૪ : સામાજિક સમરસતા મજબુત બનાવવા, દેશમાં પ્રસરેલી બટવારાની ભાવનાને દૂર કરવા અને હમ સબ એક હૈ નો નારો સિદ્ધ કરવા માટે રાષ્‍ટ્ર ગોૈરવ યાત્રા સમિતિ દ્વારા ૨૬ જાન્‍યુઆરીએ રાજકોટ ખાતે ભવ્‍ય ‘‘રાષ્‍ટ્ર ગોૈરવ યાત્રા''નું આયોજન કરવામાં આવેલ છે.

આ યાત્રાનું મુખ્‍ય આકર્ષણ ભારત માતાનો મુખ્‍ય ફલોટ, શહીદ કુટીર તથા ૨૫૧ ફૂટ લંબાઇ ધરાવતો રાષ્‍ટ્ર ધ્‍વજ રહેશે જેને ચાલીને સમગ્ર રૂટમાં લઇ જવામાં આવશે. આ યાત્રામાં ભારત માતા તેમજ અલગ અલગ સ્‍વતંત્રતા સેનાનીઓના જીવંત પાત્રો પણ રહેશે. યાત્રાની પુર્ણાહુતી બાદ સમૂહ ધ્‍વજ વંદન, સમૂહ રાષ્‍ટ્ર ગાન, શહીદોને સમૂહ શ્રદ્ધાંજલી તેમજ ભારત માતા પૂજનનો કાર્યક્રમ રહેશે.

આ યાત્રામાં બહેનો પણ મોટી સંખ્‍યામાં જોડાશે. સમગ્ર રૂટ દરમિયાન સાઉન્‍ડ સિસ્‍ટમ પર દેશભક્‍તિના ગીતો પર રાષ્‍ટ્રપ્રેમીઓ જૂમશે. યાત્રાનું જુદી જુદી સંસ્‍થાઓ દ્વારા રૂટ દરમિયાન પુષ્‍પોથી તથા અલગ અલગ રીતે સ્‍વાગત કરવામાં આવશે.

ગોૈરવયાત્રાને સવારે ૧૦-૩૦ વાગ્‍યે બાલભવન ગેટ કિશનપરા ચોક ખાતેથી પ્રસ્‍થાપન કરવાશે. બાદમાં જિલ્લા પંચાયત ચોક, ડો. યાજ્ઞિક રોડ, ત્રિકોણબાગ, સાંગણવા ચોક, રાજેશ્રી સીનેમા થઇ કરણપરા ખાતે બપોરે ૧૨ વાગ્‍યે સમાપન કરાશે. પૂર્ણાહુતી  સમયે આર્મી ઓફીસરના હસ્‍તે રાષ્‍ટ્રધ્‍વજ કરાવશે.

આ યાત્રાને  બડા બજરંગ ફાઉન્‍ડેશન, યુવા શક્‍તિ સેવા સંઘ, હિન્‍દુ સ્‍વરાજ ગ્રુપ, કનૈયા ગ્રુપ બેડીપરા, રામાનંદી નવનિર્માણ સેના, કલિનઅપ રાજકોટ, ગોૈ રક્ષા દળ, ગોૈ રક્ષા ટીમ, કુરૂક્ષેત્ર ટ્રેનીંગ સેન્‍ટર, કે.એસ. ફાઉન્‍ડેશન, હિંદુ યુવા વાહિની, હિન્‍દુ જાગરણ મંચ, ધર્મ જાગરણ મંચ, હિન્‍દુસ્‍તાન સંરક્ષણ સંઘ, રાઇઝીંગ ઇન્‍ડિયા ગ્રુપ, બાબા સેવાદળ, જય અંબે ગરુડ ગરબી મંડળ, તલવાર ગ્રુપ, રોકડીયા હનુમાનજીગ્રુપ, કોઠારીયા નાકા મિત્ર મંડળ, નક્ષ ગ્રુપ, થેલેસેમીયા સોસાયટી, વિજયવંત હનુમંન ગ્રુપ અને અન્‍ય સંસ્‍થાઓનો સહયોગ મળેલ છે.

તસ્‍વીરમાં અકિલા ખાતે વિગતો વર્ણવતા કલ્‍પેશભાઇ ગમારા(મો. ૮૧૨૮૮ ૮૮૮૩૫), કાનાભાઇ કુબાવત, ભાણાભાઇ પટેલ, નિલેષભાઇ જોષી, ધ્રુવભાઇ કુંડેલ, ભાવીનભાઇ સોની, આશીષભાઇ મુલીયાણા, કિશનભાઇ સોહલા,જીતેશભાઇ રાઠોડ, આશાબેન ભટ્ટી, ક્રિષ્‍નાબેન સાધુ નિમાવત, અવનીબેન બગડાઇ,ભાવનાબેન કલોલા નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)(

(3:16 PM IST)