<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th January 2026

દર્શકો દંગ રહી જાય તેવું સસ્‍પેન્‍સ થ્રિલર ગુજરાતી ફિલ્‍મ ‘‘પાતકી'': ૩૦મીએ સીનેમાઘરોમાં છવાઈ જશે

ગૌરવ પાસવાલા અને શ્રધ્‍ધા ડાંગર અભિનિત આ ફિલ્‍મ માનવ અને નિત્‍યાના જીવન ઉપર આકાર લઈ રહી છેઃ કે સુમનનુ મ્‍યુઝીક અને અભિનય દેશમુખનું ડાયરેકશનઃ ગાંધીનગર-અમદાવાદમાં શુટિંગ

રાજકોટ,તા.૨૪: ગુજરાતી ફિલ્‍મ ક્ષેત્રે પ્રથમ હરોળમૉ મુકી શકાય તેવુ સસ્‍પેન્‍સ થ્રિલર ફિલ્‍મ ‘‘પાતકી'' આગામી ૩૦ જાન્‍યુઆરીથી સીનેમાઘરોમાં સ્‍થાન લેવા જઈ રહ્યું છે.

‘‘અકિલા'' ખાતે વિગતો વર્ણવતા આ ફિલ્‍મના સ્‍ટાર કાસ્‍ટ ગૌરવ પાસવાલા અને શ્રધ્‍ધા ડાંગરે જણાવ્‍યું હતું કે ગાંધીનગર અને અમદાવાદના લોકેશનો ઉપર શુટ થયેલ આ ફિલ્‍મ ખરેખર દર્શકોને દંગ રાખી દેશે. માનવ અને નિત્‍યા દંપતીના જીવન ઉપર પ્રકાશ ફેંકતી આ ફિલ્‍મમાં સુખી જીવનમાં અચાનક જ ઉભા થતા પડકારોની અસર બતાવવતા સરસ પ્રયાસ થયો છે. માનવ મલ્‍ટીનેશનલ કંપનીમાં કામ કરતો પ્રેમાળ પત્‍નિ છે. જ્‍યારે નિત્‍યા વર્કીંગ વુમન છે. ફિલ્‍મની વાર્તા એટલી ગહન છે કે પ્રેક્ષકોને અંત સુધી જકડી રાખશે. ખાસ કરીને કે સુમનનુ મ્‍યુઝીક લોકોને સ્‍પર્શ જાય તે રીતે એરેન્‍જ થયુ છે.

અભિનય દેશમુખ દ્વારા લિખિત અને નિર્દેશીત તેમજ એએમપી સ્‍ટુડીયો પ્રોડકશનના બેનર હેઠળ બનેલ આ ફિલ્‍મ અવિરત પિકચર્સ, કાલાંશ ક્રિએટીવ્‍સ, પામ સ્‍ટુડીયો કનક પિકચર્સ અને વિઝન મુવી મેકર્સના એસોસીએશન સાથે નિર્માણ થયું છે.

ફિલ્‍મમાં સુચિતા ત્રિવેદી, હિતેન તેજવાણી, ઉજ્જવલ દવે, કરણ જોશી, આકાશ ઝાલા, નિલેશ પરમાર, મકરંદ શુકલા સહીતના કલાકારોએ અભિનયના ઓજસ પાથર્યા છે. ફિલ્‍મના પ્રોડયુસર દિવ્‍યેશ દોશી, આલાપ કિકાણી, નૃપલ પટેલ, આનંદ ખમર અને રાજુ રાયસિંઘાની છે. શીર્ષક વિષે પ્રકાશ પાડતા ગૌરવ પાસવાલા અને શ્રધ્‍ધા ડાંગરે જણાવેલ કે ‘‘પાતકી'' શબ્‍દ પાપી કે ઘાતકીના રૂપમાં લઈ શકાય. સુખમાં આળોટતો માણસ ક્‍યારેક સંજોગોના કારણે પાપના માર્ગે વળી જાય તે બાબત ઉપર પ્રકાશ ફેંકવા આ ફિલ્‍મમાં ખૂબ સરસ પ્રયાસ થયો છે.

મનોરમાં સ્‍ટુડીયો દ્વારા વિતરીત આ ફિલ્‍મ ૩૦ મી જાન્‍યુઆરીના ગુજરાત અને મુંબઈ ઉપરાંત દુબઇ, યુ.એસ, યુ.કે., કેનેડા, ઓસ્‍ટ્રેલીયા જેવા દેશોમાં પણ રીલીઝ થશે.

તસ્‍વીરમાં અકિલા ખાતે વિગતો વર્ણવતા ગૌરવ પાસવાલા અને શ્રધ્‍ધા ડાંગર વિવિધ અદાઓમાં નજરે પડે છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

 

(3:19 PM IST)