<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th January 2026

સોમવારે પ્રજાસત્તાક પર્વ : ચોમેર રાષ્ટ્રપ્રેમ છલકશે

છોડો કલ કી બાતે કલ કી બાત પૂરાની, નયે દોર પે લિખેંગે હમ મિલકર નયી કહાની, હમ હિન્‍દુસ્‍તાની શાળા કોલેજોમાં ધ્‍વજ વંદન, પરેડ અને સાંસ્‍કૃતિક કાર્યક્રમોના આયોજનો : વિવિધ સંસ્‍થાઓમાં પણ રાષ્‍ટ્રીય પર્વ ઉજવવા અનેરો થનગનાટ

રાજકોટ તા. ૨૪ : સોમવારે પ્રજાસત્તાક પર્વની દેશભરમાં ગૌરવભેર ઉજવણી કરાશે. આન, બાન અને શાનભેર તિરંગાને સલામી અપાશે.

રાજકોટમાં પણ વિવિધ શાળા કોલેજો અને સંસ્‍થાઓમાં ધ્‍વજ વંદન સાથે દેશભક્‍તિસભર સાંસ્‍કૃતિક કાર્યક્રમોના આયોજનો થયા છે. પોલીસ, હોમગાર્ડ જવાનો દ્વારા પરેડ થશે. રાષ્‍ટ્રીય પર્વ નિમિતે આયોજીત વિવિધ કાર્યક્રમોની સંકલિત યાદીઓ અહીં પ્રસ્‍તુત છે.

સફાઇ કામદાર જાગૃતિ મંડળ

 સફાઇ કામદાર જાગૃતિ મંડળ દ્વારા કાલે પ્રજાસત્તાક પર્વની આન, બાન અને શાનભેર ઉજવણી કરાશે. તા. ૨૬ ના સવારે સફાઇ કામદાર જાગૃતિ મંડળની ઓફીસ નં. ર, ડો. આંબેડકર ભવન, સીવીક સેન્‍ટર પાસ,ે ગ્રાઉન્‍ડ ફલોર, ઢેબર રોડ ખાતે પ્રજાસત્તાક પર્વની સીલ્‍વર જયુબેલીની ઉજવણી કરાશે.

લોહાણા સ્‍થાપિત મહિલા અધ્‍યાપન મંદિર

લોહાણા સ્‍થાપિત મહિલા વિકાસ ગૃહ ટ્રસ્‍ટ, અધ્‍યાપન મંદિર, છાત્રાલય સ્‍વસ્‍તિક ભવન, કસ્‍તુરબા રોડ ખાતે પ્રજાસત્તાક પર્વ નિમિતે સોમવારે સવારે અધ્‍યાપન મંદિરના આચાર્યશ્રીના હસ્‍તે ધ્‍વજ વંદન કરાશે. આ પ્રસંગે તાલીમાર્થી બહેનો, છાત્રાલયના બહેનો અને અંતેવાસી બહેનો ઉપસ્‍થિત રહેશે.

નાગરિક સહકારી બેન્‍ક લિ.

પ્રજાસત્તાક પર્વે, તા. ર૬ જાન્‍યુઆરીને સોમવારે સવારે ૯ કલાકે રાજકોટ નાગરિક સહકારી બેન્‍ક લિ. ની બહારગામની તમામ શાખાઓમાં અને રાજકોટ શહેરમાં હેડ ઓફિસ, ‘અરવિંદભાઇ મણીઆર નાગરિક સેવાલય', ૧પ૦ ફૂટ રીંગ રોડ ખાતે ધ્‍વજ વંદન અને ભારત માતા પૂજન યોજાશે.

આ પ્રસંગે રાજકોટ ખાતે વિભાગ સંઘચાલકજી, રાજકોટ, રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના ડૉ. શ્રી સંજીવભાઇ ઓઝા અતિથિ વિશેષ તરીકે ઉપસ્‍થિત રહેશે.

કાર્યક્રમમાં સર્વે બોર્ડ ઓફ ડિરેકટર્સ, શાખા વિકાસ સમિતિના સભ્‍યો, ડેલીગેટ, કર્મચારીગણ અને આમંત્રિતોને રાજકોટ ખાતે અથવા બહારગામમાં બેન્‍કની નજીકની શાખામાં ઉપસ્‍થિત રહેવા બેન્‍કના ચેરમેન દિનેશભાઇ પાઠક અને વાઇસ ચેરમેન જીવણભાઇ પટેલે અનુરોધ કરેલો છે.

(3:30 PM IST)