News of Sunday, 25th January 2026
રાજકોટ શહેર એસઓજીએ વધુ એક વખત ગાંજાના જથ્થા સાથે શખ્સને પકડયો
કુંભાર વાડામાંથી સૂરજ બંગાળી પકડાયો: ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસિયાની રાહબરીમાં પીઆઇ સંજયસિંહ જાડેજા, પીઆઇ આર.જી. પઢીયાર, પીએસઆઇ વી.વી.ધ્રાંગુ અને ટીમની કાર્યવાહી: ફિરીઝભાઈ, દિગ્વિજયસિંહની બાતમી

રાજકોટ: શહેર એસઓજીએ વધુ એક શખ્સને ગાંજા સાથે પકડી લીધો છે. કેનાલ રોડ કુંભાવાડામાંથી બંગાળી શખ્સને પકડી લીધો છે.
શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા "SAY NO TO DRUGS" મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા શખ્સો વિરૂધ્ધ કડક કાયૅવાહી કરવા સુચના મળી હોઇ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એ.એસ.આઈ. ફિરોજભાઈ રાઠોડ તથા હેડકોન્સ. દિગ્વિજયસિંહ કિરીટસિંહ ગોહિલની સંયુકત બાતમી આધારે શહેર કેનાલ રોડ નવા કુંભારવાડા શેરી નં.૧૨/૯ના ખુણેથી માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે સુરજ રાજુભાઇ રાય (ઉ.વ.૨૬ ધંધો-મજુરીકામ રહે- હાલ નવા કુંભારવાડા શેરી નં.૧૨ મુરલીધર એપાર્ટમેન્ટ ત્રીજા માળે ભાડેથી રાજકોટ તથા મુળ રહે- તેલીપરા ગામ તા.પાંડવા જી.હુગલી પશ્ચીમ બંગાળ)ને પકડી પાડી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.
આ શખ્સ પસેથી ૧,૦૩,૮૫૦નો ૨.૭૭ કિલો ગાંજો જપ્ત કરાયો છે. ટ્રેનની ટીકીટ, મોબાઈલ ફોન, રોકડા દસ હજાર પણ મળ્યા છે.
પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા તથા નાયબ પોલીસ કમિશ્નર ક્રાઈમ જગદીશ બાંગરવા તથા મદદનીશ પોલીસ કમિશ્નર ભરત બસીયા તરફથી મળેલી સૂચના અંતર્ગત એસ.ઓ.જી. પોલીસ ઇન્સપેક્ટર એસ.એમ.જાડેજાની રાહબરી હેઠળ રાજકોટ શહેર સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનાં પો.ઇન્સ. આર.જી.પઢીયાર તથા પો.સબ.ઇન્સ. વી.વી.ધ્રાંગુ તથા એ.એસ.આઈ. અરૂણભાઈ બાંભણીયા તથા ઇન્દ્રસિંહ જાડેજા તથા ફિરોજભાઇ રાઠોડ તથા પો.હેડ.કોન્સ. મૌલિકભાઇ સાવલીયા તથા દિગ્વિજયસિંહ ગોહિલ તથા તથા પો.કોન્સ. હાર્દિકસિંહ પરમાર તથા મહિલા પો.કોન્સ. ભાગ્યલક્ષ્મીબા ઝાલાએ કામગીરી કરી છે. પ્રાથમીક પરીક્ષણ એફ.એસ.એલ. અધિકારી સમીર જોષીએ કર્યું હતું.
(10:01 AM IST)










