હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 26th January 2026
રાજકોટમાં ભાવનગર રોડ કુબલીયાપરામાં સવારે છ ઝૂપડા આગમાં ખાખઃ લોકોના ટોળેટોળાઃ ફાયર બ્રિગેડે આગ કાબૂમાં લીધી
રહેવાસીઓ સમયસર બહાર નીકળી ગયાઃ જાનહાની નથીઃ જ્યાં આગ લાગી ત્યાં પચાસેક ઝૂપડા છેઃ રહેવાસીએ કહ્યું-આગ કઇ રીતે લાગી તેની અમને ખબર નથી

રાજકોટઃ શહેરના ભાવનગર રોડ પર કુબલીયાપરામાં સવારે સાડાઆઠથી નવ વાગ્યા દરમિયાન ઝૂપડાઓમાં આગ ભભૂકતા નાસભાગ મચી ગઇ હતી. એક ઝૂપડામાં આગ લાગ્યા બાદ જોતજોતાં આજુબાજુના ઝૂપડા લપેટમાં આવી જતાં ધુમાડાના ગોટેગોટા નીકળવા માંડયા હતાં. આગે મોટે સ્વરૂપ પકડી લેતાં ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં ફાયર ફાઇટર પહોંચ્યા હતાં. ફાયર બ્રિગેડના જવાનોએ આગ કાબુમાં લીધી હતી. સદ્દનસિબે કોઇ જાનહાની થઇ નથી. પણ ઝૂપડા બળી જતાં છએક પરિવારો રહેણાંક વગરના થઇ ગયા હતાં. જ્યાં આગ લાગી ત્યાં પચાસેક ઝૂપડા છે. તેમાંથી છ જેટલા ઝૂપડા બળી ગયાનું સ્થાનિક રહેવાસીએ જણાવ્યું હતું. આગનું કારણ જાણવા તપાસ થઇ રહી છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
(11:52 AM IST)










