<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th January 2026

રાજકોટમાં ફ્રુટ ભરેલી ૧૦ લારીઓ આગમાં ખાખઃ અસામાજીક તત્‍વોએ સળગાાવી કે વિજતાર પડતાં આગ લાગી તેની તપાસઃ ધંધાર્થીઓએ કહ્યું-આગ કોઇએ લગાવી કે શોર્ટ સરકીટથી લાગી એની ખબર નથી

એસ્‍ટ્રોન ચોકના નાલા પાસે અમીન માર્ગના ખુણે વહેલી સવારે ઘટનાઃ ફ્રુટના ધંધાર્થીઓમાં દેકારોઃ ત્રીસેક લાખનું નુકસાનઃ પોલીસ એફએસએલની મદદથી તપાસ કરશે

રાજકોટઃ શહેરના એસ્‍ટ્રોન ચોકના નાલા નજીક અમીન માર્ગના રસ્‍તે વર્ષોથી ખુણા પર ફ્રુટના થડા-લારીઓ રાખી ધંધો કરતાં ધંધાર્થીઓની ૧૦ ફ્રુટની લારીઓ આજે ૨૬ જાન્‍યુઆરીની વહેલી સવારે પાંચેક વાગ્‍યે આગમાં ભેદી રીતે ખાખ થઇ ગઇ છે. આગમાં લારીઓ-થડાની સાથે ફ્રુટ પણ બળીને ખાખ થઇ ગયું છે. સવારે પાંચેક વાગ્‍યે કોઇ ગ્રાહક ફ્રુટ લેવા આવ્‍યા ત્‍યારે આગ જોતાં તેણે ફ્રુટ વેંચતા ધંધાર્થીનો ફોન નંબર પોતાની પાસે હોઇ તુરત ફોન કરી જાણ કરતાં બધા ફ્રુટના ધંધાર્થીઓ દોડી આવ્‍યા હતાં. આગને કારણે દસ લારી-થડા બળી જતાં આશરે વીસથી પચ્‍ચીસ લાખનું નુકસાન થયાનું ફ્રુટના ધંધાર્થીઓનું કહેવું છે. જો કે આ આગ કોઇ અસામાજીક તત્‍વોએ લગાડી કે પછી વિજ શોર્ટ સરકીટથી લાગી? તેનાથી પોતે અજાણ હોવાનું ફ્રુટના ધંધાર્થીઓ જણાવી રહ્યા હોઇ પોલીસે એફએસએલની મદદથી અને નજીકના સીસીટીવી કેમેરા હોય તો તેના આધારે તપાસ શરૂ કરી છે. આ બનાવે શહેરમાં ચર્ચા જગાવી દીધી છે. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

(11:52 AM IST)