News of Tuesday, 27th January 2026
રાજકોટ શહેરના ૦૫ અને જેલના ૧ કર્મચારીનું ઉત્કૃષ્ટ કામગીરી બદલ જેતપુર ખાતેના પ્રજાસત્તાક પર્વની ઉજવણીના કાર્યક્રમમાં કરવામાં સન્કાન કરાયું

રાજકોટઃ જેતપુર ખાતે યોજાયેલા પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત રાજકોટ શહેર પોલીસ અને મધ્યસ્થ જેલના મળી ૬ પોલીસ કર્મચારીઓઅનું તેમણે કરેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ ખાસ સન્માન કરવામાંઆવ્યું છે. જેમાં શહેર પેરોલ ફરલો સ્ક્વોડના કુલદીપસિંહ દિલીપસિંહ જાડેજા, ટ્રાફિક બ્રાંચના ભીમભાઇ માનસીંગભાઇ સરવૈયા, તાલુકા પોલીસ સ્ટેશનના જયપાલસિંહ હરદેવસિંહ સરવૈયા, ભક્તિનગર પોલીસ સ્ટેશનના તરૂણભાઇ મનસુખભાઇ જાની, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના મોૈલિકભાઇ મુકેશભાઇ ટંકારીયા અને મધ્યસ્થ જેલના ઝંડુરભાઇ ગોવિંદભાઇ હડીયાનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલેકટર તંત્ર દ્વારા આયોજીત કાર્યક્રમમાં કૃષિ મંત્રી જીતુભાઇ વાઘાણી, જયેશભાઇ રાદડીયા, જીલ્લા પંચાયત પ્રમુખ, સહિતની હાજરીઃ રાજકોટ રૂરલ એસપીશ્રી, રાજકોટ કલેક્ટરશ્રી તેમજ રાજકીય આગેવાનોની ઉપસ્થિતી હતી.
(11:48 AM IST)










