<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

માધાપર ચોકડીના મેગા માર્ટમાંથી સ્‍ટોર મેનેજર અને કર્મચારીએ ૮.૨૯ લાખના કપડા સગેવગે કરી નાંખ્‍યા

યુએસ પોલો, ફલાઇંગ મશીન, એરો કંપનીના કપડાના ૮૨૯ પીસ ગાયબઃ એમ.એન.ટી. કંપનીના કલ્‍સ્‍ટર મેનેજર અમદાવાદના મોહમ્‍મદ યાસીન રંગવાલાની ફરિયાદ પરથી પંકજ ચોરવાડ અને પ્રથમ બખથારીયા વિરૂધ્‍ધ યુનિવર્સિટી પોલીસમાં ગુનો નોંધાયો

રાજકોટ તા. ૨૭:  માધાપર ચોકડી પાસે આવેલા મેગા માર્ટ શોપિંગ સ્‍ટોરમાં ફરજ બજાવતાં સ્‍ટોર મેનેજર અને કર્મચારીએ સાથે મળી છ મહિનાની અંદર અલગ અલગ કંપની જેમ કે યુએસ પોલો, એરો અને ફલાઇંગ મશીનના કાપડના પીસ રૂા. ૮,૨૯,૮૮૫ના સગેવગે કરી નાંખતાં બંને સામે ગુનો નોંધાયો છે. ં આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે અમદાવાદ દાણીલીમડા ફીઝા એવન્‍યુ છીપા સોસાયટી-૫૦૪ ખાતે રહેતાં અને રાજકોટ, સુરત, અમદાવાદમાં એમએનટી રીટેઇલ કંપનીમાં કલ્‍સ્‍ટર મેનેજર તરીકે નોકરી કરતાં મોહમ્‍મદ યાસીન મોહમ્‍મદશરીફ રંગવાલા (ઉ.વ.૨૩)ની ફરિયાદ પરથી પંકજ ચોરવાડ અને પ્ર થમ બખથારીયા વિરૂધ્‍ધ ફરિયાદ દાખલ કરી છે.

મોહમ્‍મદ યાસીને ફરિયાદમાં જણાવ્‍યું છે કે ગત ૧૭/૯/૨૫ના રોજ મારા ફોનમાં રાજકોટ બ્રાન્‍ચના માધાપર ચોકડી ખાતે આવેલ મેગા માર્ટ શોપના સ્‍ટોર મેનેજર પંકજભાઈનો ફોન આવ્‍યો હતો અને કહ્યું હતું કે તમારી અંડરમાં આવતા રાજકીટ ખાતેના શો રૂમમાં મેગા માર્ટ કંપની દ્વારા ત્રીમાસીક ઓડીટ કરાવેલ હોઇ અને આ ઓડીટ એપ્રીલ માસથી હાલ સુધી એટલે કે ૧૭/૦૯/૨૦૨૫ સુધી હોઇ જેમાં ઓડીટ બાદ કંપનીના  માણસોએ જણાવેલ કે એપ્રીલ માસથી આજદિન સુધીમાં આવેલ યુએસ પોલો તથા એરો કંપની તથા ફલાઇંગ મશીન કંપનીના ઓર્ડર મુજબના પીસની ગણતરી કરતા કુલ ૮૨૯ પીસ સ્‍ટોકમાં ઓછા બતાવે છે.

આ વાત થતાં જ હું તુરત રાજકોટ આવ્‍યો હતો. બાદમાં શોપના ઇન્‍વેસ્‍ટર તાહા હુસેન બલ્લુવાલા તથા મોહસીન આગવાનને જાણ કરેલ જેથી તેઓ બંને ઇન્‍વેસ્‍ટર પણ રાજકોટ ખાતે આવેલ અને આ બંનેએ માર્ટના તમામ સ્‍ટાફને શોપ પર બોલાવેલ અને આ વખતે એક પ્રથમ બખથારીયા કરીને વ્‍યકિત હાજર રહેલ ન હતો. આ પછી બંનેએ   સ્‍ટોર મેનેજર પંકજભાઈ ચોરવાડ કે જેઓ તમામ સ્‍ટોક તેમજ નાણાકીય વહીવટ સં ભાળતા હાઇ તેને, મને અને શોપના તમામ સ્‍ટાફને સાથે રાખી ફરીથી ઓડીટ કરતાં  એપ્રીલ માસથી સપ્‍ટેમ્‍બર માસ સુધીના આવેલા સ્‍ટોકમાંથી કુલ ૮૨૯ પીસ ઓછા હોવાનું માલુમ પડયું હતું.

આ પછી તાહા હુશેન બલ્લુવાલાએ પોતાની શોપમાં ઉપરોકત ત્રણેય કંપનીનો માલ સ્‍ટોક ઉપરનો અધિકાર મેનેજર તરીકે પંકજભાઈ ચૌરવાડને તથા તેની નીચે કામ કરતા સ્‍ટોરના સ્‍ટાફ કર્મચારી પ્રથમ બખથારીયાને સોંપેલ હોઇ આ બંનેએ મળી પોતાની નોકરી દરમિયાન એમ.એન.ટી. રીટેઇલ કંપની સાથે વિશ્વાસપાત કરી કુલ ૮૨૯ પીસ માલસ્‍ટોક જેની કુલ કિમત રૂપિયા ૮,૨૯.૮ ૮૫ થાય છે તે ની ઉચાપત કરી સ્‍ટોરમાંથી કોઈપણ રીતે માલસ્‍ટોક પોતાની રીતે સગેવગે કર્યો હોય તેવી શંકા હોઇ બંને સામે ગુનો દાખલ કરાવ્‍યો હતો. તેમ વધુમાં મોહમ્‍મદ યાસીન રંગવાલાએ જણાવતાં પીઆઇ એચ.  એન. પટેલની રાહબરીમાં પીએસઆઇ વી. જી. ડોડીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.  

 

(2:35 PM IST)