<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

છુટાછેડા થયા બાદ રૈયાધાર ઇન્‍દિરાનગરમાં માવતરે રહેતી પાયલ બાંભવાનો આપઘાત

ગળાફાંસો ખાઇ લીધોઃ બે વર્ષ અગાઉ મઢી પાસે એપાર્ટમેન્‍ટમાંથી પડતું મુકતાં ગંભીર ઇજાઓ થઇ હતીઃ દુઃખાવાથી કંટાળી જઇ પગલુ ભર્યાની શક્‍યતા

રાજકોટ તા. ૨૬: રૈયાધાર ઇન્‍દિરાનગરમાં રહેતી પાયલબેન બચુભાઇ બાંભવા (ઉ.વ.૨૦) નામની યુવતિએ સાંજે ઘરે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મોત થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.

આપઘાત કરનાર પાયલબેન ત્રણ બહેન અને એક ભાઇમાં નાની હતી. તેના સગાના કહેવા મુજબ તેણીના અગાઉ લગ્ન થયા બાદ છુટાછેડા થઇ ગયા હતાં. અગાઉ તેણી સાસરે હતી ત્‍યારે આજથી બે વર્ષ પહેલા હનુમાન મઢી નજીક તેણી જ્‍યાં કામ કરતી હતી તે એપાર્ટમેન્‍ટમાંથી પડતું મુકતાં ગંભીર ઇજાઓ થઇ હતી. ત્‍યારથી તેને દુઃખાવો પણ રહેતો હતો. આ કારણે કંટાળીને પગલુ ભર્યુ હોઇ શકે છે. પાયલબેન હાલ માવતરે રહેતી હતી. તેના પિતા ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે.

સાંજે તેણી અને તેના ભાભી ઘરે હતાં. આ વખતે બીજા રૂમમાં જઇને પગલુ ભરી લીધું હતું. પોલીસે વિશેષ તપાસ યથાવત રાખી હતી. 

(2:39 PM IST)