તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 27th January 2026
રાજકોટ શહેરકક્ષાની ઉજવણી દેશભક્તિપૂર્ણ માહોલમાં સંપન્નઃ ડો.ચાંદની પરમારના હસ્તે ધ્વજવંદન
દેશને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત બનાવવા નાગરિક ધર્મ નિભાવીએ તે જરૂરીઃ ડો. ચાંદની પરમારઃ સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારોનું અભિવાદન કરાયું: ઉત્તમ કામગીરી કરનારા ૨૫ કર્મયોગીઓ અને રમતવીરોનું પ્રમાણપત્રથી સન્માન કરાયું

રાજકોટઃ ૭૭મા પ્રજાસત્તાક પર્વની રાજકોટ શહેરકક્ષાની ઉજવણી દેશભક્તિપૂર્ણ માહોલમાં રાજકોટ શહેર-૧ પ્રાંત અધિકારી સુશ્રી ડો. ચાંદની પરમારની અધ્યક્ષતામાં ચૌધરી હાઈસ્કૂલ ખાતે સંપન્ન થઈ હતી. આ અવસરે સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારોનું અભિવાદન કરાયું હતું તેમજ ઉત્તમ કામગીરી કરનારા વિવિધ વિભાગના ૨૫ જેટલા કર્મયોગીઓને પ્રમાણપત્ર આપીને બિરદાવાયા હતા.
ચૌધરી હાઈસ્કૂલ ખાતે ડો. ચાંદની પરમાર દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અધિકારીશ્રી દ્વારા પરેડ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. બાદમાં રાજકોટ પોલીસ દળ, હોમગાર્ડસ તથા ગુજરાત ગર્લ્સ બટાલિયન-એન.સી.સી.ની ગર્લ્સ કેડેટસની પ્લાટુને શિસ્તબદ્ધ રીતે રજુ કરેલી માર્ચપાસ્ટે નાગરિકોમાં જુસ્સો ભરી દીધો હતો.
આ અવસરે ડો. ચાંદની પરમારે કહ્યું હતું કે, આપણું બંધારણ એ આપણી શક્તિ છે. તે નાગરિકોને અધિકારો આપે છે, સાથે કર્તવ્ય માટે દિશાસૂચન કરે છે. બંધારણ કેન્દ્ર તથા રાજ્ય સરકારને સુચારુ પ્રશાસનની પ્રેરણા આપે છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે બંધારણની ભાવનાને સાકાર કરતા અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. આ યોજનાઓના લાભો છેવાડાના વિસ્તારના લોકો સુધી પહોંચાડવા વહીવટી તંત્ર પ્રો-એક્ટિવ અભિગમ સાથે પ્રયત્નશીલ છે. તેમણે કહ્યું હતું કે, રાજકોટમાં સરકારી યોજનાઓનું સુચારુ અને અસરકારક અમલીકરણ થઈ રહ્યું છે અને તેના થકી નાગરિકોને ઘરઆંગણે સરકારી સેવાઓના લાભ મળી રહ્યા છે.
દેશને વિકસિત બનાવવા માટે નાગરિક ધર્મ નિભાવવાની અપીલ કરતા તેમણે કહ્યું હતું કે, ભારત દેશને વર્ષ ૨૦૪૭માં ‘‘વિકસિત દેશ'' બનાવવાનું વિઝન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપ્યું છે. આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત'ની સંકલ્પનાને સાકાર કરવા રાજ્યના બાંધવોને આહવાન કર્યુ છે. આપણે સૌ દેશહિતમાં શ્રેષ્ઠ યોગદાન આપીને દેશને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત બનાવવા નાગરિક ધર્મ નિભાવીએ તે જરૂરી છે.
આ અવસરે દેશની સ્વતંત્રતા માટે ત્યાગ અને બલિદાન આપનારા રાજકોટના વિવિધ સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારોના સભ્યોનું સૂતરની આંટીથી સન્માન કરવામાં આવ્યું હતું.
બાદમાં રાજકોટની પોદ્દાર ઈન્ટરનેશનલ સ્કૂલ, સુભાષ કન્યા વિદ્યાલય, કલ્યાણ હાઈસ્કૂલ, સેન્ટ ગાર્ગી વિદ્યા સંકુલ, ક્રિસ્ટલ સ્કૂલ દ્વારા સંગીતની સુરાવલીઓ સાથે વિવિધ દેશભક્તિપૂર્ણ કળતિઓ રજૂ કરવામાં આવી હતી. આ કળતિઓએ લોકોના દિલ જીતી લીધા હતા. આ તમામ સ્કૂલોની કળતિઓને બિરદાવાઈ હતી.
બાદમાં રાજકોટ જિલ્લામાં વિવિધ સરકારી કચેરીઓમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા વિવિધ વિભાગોના ૨૫ જેટલા કર્મચારીઓ અને રમતગમત ક્ષેત્રે ઉત્તમ પ્રદર્શન કરનારા વિવિધ રમતવીરોનું પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ અધિકારીશ્રીઓ તથા મહાનુભાવોના હસ્તે વળક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, મામલતદાર-પૂર્વ શ્રી એન.પી. અજમેરા, મામલતદાર-પヘમિ શ્રી એ. એમ. જોશી, મામલતદાર-દક્ષિણ શ્રી આર.કે. સરવૈયા, વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ, શાળાનો સ્ટાફ, છાત્રો તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
(2:55 PM IST)










