તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 27th January 2026
યુસીજીના નવા કાયદાની ........... લાગુ કરવા બ્રહ્મદેવ સમાજની માંગણી કલેકટને આવેદન

રાજકોટઃ તા.ર૭, શ્રી બ્રહ્મદેવ સમાજ ગુજરાતની રાજકોટ એકમના આગેવાનોએ રાજકોટ કલેકટરને આવેદન પાઠવી U.G.C. ના નવા કાયદાની સમીક્ષા કરી લાગુ કરવા માંગણી કરી હતી આવેદનમાં ઉમેર્યુ હતું કે સરકાર દ્વારા જાતીગત સમાનતા લાવવા માટેથી U.G.C. નવો કાયદો લાવી રહી છે ત્યારે અમારી માંગણી છે આનાથી સ્વર્ણ વિદ્યાર્થીઓને અન્યાય થાય તેમ હોય આની સમીક્ષા કરી બદલાવ કરવામાં આવે કારણ કે નવા કાયદાના અમલ માટેથી બનનાર કમીટીમાં કોઇ સ્વર્ણને સ્થાન નહી અને ખોટી ફરિયાદ કરનાર વિરૂધ્ધ પણ કોઇ કાર્યવાહી ન કરવી અને S.C. અને S.T. સાથે સાથે O.B.C.ને પણ જોડવામાં આવેલ છે પણ ખરેખર તોO.B.C. કોઇ જાતી જ નથી પણ સામાન્ય વર્ગ જ છે અને આમા મુસ્લિમ થી લઇને અમુક ક્ષત્રિયોની પેટા જાતિઓ અને બ્રાહ્મણોની પણ અમુક પેટા જાતીઓનો સમાવેશ થાય છે. પણ ભૂતકાળમાં પણ રાજકીય પક્ષો દ્વારા સતાની લાલચમાં અલગ અલગ જાતીઓનો O.B.C. સમાવેશ કરી પોતાનો રાજકીય લાભ પ્રાપ્ત મેળવ્યો છે અને સમાજને જાતીઓ વહેચવાનું પાપ કર્યુ છે અને વર્તમાન સરકાર પણ આજ પગલે ચાલવા માંગતી હોય એમ ફકત સ્વર્ણ વિદ્યાર્થીઓનું હિત જોયા વગર જેવી રીતે સમાજમાં અસમાનતા વધે એ પ્રકારથી કાયદો અમલ થઇ રહ્યો હોય ત્યારે આની સમીક્ષા કરવા માંગણી કરી હતી આવેદન દેવામાં મીલનભાઇ શુકલ, વીપુલભાઇ જાની વિગેરે જોડાયા હતા.
(2:58 PM IST)










