<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

શહેરના કતલખાના-માસ મટન-મચ્‍છી- ચિકનના વેચાણ પર પ્રતિબંધઃ મનપાનું જાહેરનામું

૩૦ જાન્‍યુઆરી મહાત્‍મા ગાંધી નિર્વાણ દિન નિમિતે : જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થશેઃ તુષાર સુમેરા

રાજકોટ, તા., ર૭: આગામી તા.૩૦ ના રોજ મહાત્‍મા ગાંધી નિર્વાણ દિન નિમીતે રાજકોટ મહાનગર પાલીકાના વિસ્‍તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્‍છી અને ચિકનનું વેચાણ કરવા પર પ્રતિબંધ ફરમાવવા મ્‍યુનિ. કમિશનર તુષાર સુમેરા દ્વારા જાહેરનામુ પ્રસિધ્‍ધ કરવામાં આવ્‍યું છે.

આ જાહેરનામામાં જણાવ્‍યું છે કે, સંબંધકર્તા સર્વેએ આ જાહેરનામાની અમલવારી ચુસ્‍તપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી જી.પી.એમ.સી. એકટ ૧૯૪૯ ની કલમ ૩ર૯ અને ૩૩૬ તથા રાજકોટ મહાનગર પાલીકાના બાયલોઝ અન્‍વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની સબંધકર્તા સર્વેએ ગંભીર નોંધ લેવી. (૪.૨૦)

 

(3:25 PM IST)