News of Tuesday, 27th January 2026
શેરી ફેરીયાઓને નવી લોન માટે પડતી તકલીફ માટે કાલથી ર દિ' લોક કલ્યાણ મેળો યોજાશે
તા. ર૮ ના ઈસ્ટ ઝોન તથા તા. ર૯ ના વેસ્ટ ઝોન મનપા કચેરી ખાતે સવારે ૧૦ થી પ સુધી આયોજનઃ પેન્ડીંગ અરજીઓ માટે બેન્કોની ઉપસ્થિતીમાં યોજાશેઃ વધુમાં વધુ ફેરીયાઓએ યોજનાનો લાભ લેવા પદાધિકારીઓનો અનુરોધ

રાજકોટ, તા. ર૭: ‘શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫'ની ઉજવણીના ભાગ રૂપે ભારત સરકાર દ્વારા શેરી ફેરિયાઓ માટે PMSVANidhi (PM Street Vendors Atma Nirbhar Nidhi) યોજના મારફત શેરીફેરિયાઓ તેઓની આજીવિકા પુનઃસ્થાપિત કરી આત્મનિર્ભર બને તે હેતુસર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ યોજના જાહેર કરવામાં આવેલ છે. રાજકોટ શહેરના હોકર્સ ઝોન તથા શહેરના છુટાછવાયા સ્થળે ફેરી કરતા મહત્તમ શેરીફેરિયાઓને લાભ મળી રહે તે હેતુસર નવા લાભાર્થીઓ માટે લોન ફોર્મ ભરવા તથા જે લાભાર્થીઓની લોન અરજી બેંક લેવલે મંજુરી માટે પેન્ડીંગ છે તેમની અરજીઓના નિકાલ, લોન મેળવેલ ફેરિયાઓ તથા તેમના પરિવારજનોનું સામાજિક-આર્થિક પ્રોફાઇલિંગ થકી સરકારશ્રીની અન્ય યોજનાઓનો લાભ મળી રહે તે માટે તા. ર૮ બુધવારે મહાનગરપાલિકા, પૂર્વ ઝોન વિભાગીય કચેરી, મીટીંગ હોલ, પ્રથમ માળે ભાવનગર રોડ તથા તા. ર૯ ગુરૂવાર ના રાજકોટ મહાનગરપાલિકા વેસ્ટ ઝોન, વિભાગીય કચેરી, મીટીંગ હોલ, પ્રથમ માળે, બીગ બજાર પાસે, સવારના ૧૦ થી ૦પ વાગ્યા સુધી મહાનગરપાલિકા દ્વારા ‘લોક કલ્યાણ મેળા'નું આયોજન કરવામાં આવેલ છે.
આ ‘લોક કલ્યાણ મેળા'નો વધુને વધુ લોકો લાભ મેળવે તે માટે રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડિયા, ડેપ્યુટી મેયરશ્રી નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરા, શાસક પક્ષ નેતાશ્રી લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડકશ્રી મનીષભાઈ રાડિયા, શિશુ કલ્યાણ અને ખાસ ગ્રાન્ટ સમિતિના ચેરમેનશ્રી દિલીપભાઈ લુણાગરિયા દ્વારા અનુરોધ કરવામાં આવે છે
(3:26 PM IST)










