<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

સેન્‍ટ ગાર્ગી વિદ્યાસંકુલ દ્વારા પ્રજાસત્તાક દિનની ભાવપૂર્ણ ઉજવણી

 

રાજકોટઃ સેન્‍ટ ગાર્ગી વિદ્યાસંકુલ તેમજ અમીનુર ફાઉન્‍ડેશનના સંયુકત ઉપક્રમે ૭૭ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવેલ હતું. ગાંધીગ્રામ ઝોન-ર ના ઓફિસર શ્રી રાકેશજી ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. તેમના વરદ હસ્‍તે ધ્‍વજવંદન કરવામાં આવ્‍યું હતું. તેમજ શાળાના પ્રિન્‍સી. શ્રીમતી રમાબેન હેરભા અને અમીનુર ફાઉન્‍ડેશનના પ્રમુખ શ્રી એઝાઝભાઇ બુખારી દ્વારા પ્રજાસત્તાક પર્વની શુભેચ્‍છા પાઠવવામાં આવી હતી. કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા દેશભકિત ગીતો નૃત્‍યો તેમજ વકતૃત્‍વ પ્રસ્‍તુત કરી લોકોમાં દેશભાવના જાગે તે માટેનું મહત્‍વ સમજાવવામાં આવ્‍યું જે ઉપરોકત તસ્‍વીરમાં જોવા મળે છે.

(3:48 PM IST)