તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 27th January 2026
શહેરમાં શરદી- તાવ- ઉધરસ- ઝાડા- ઉલ્ટીના ૨૦૩૦ દર્દીઃ ડેન્ગ્યુના ર કેસ
મનપા દ્વારા ૧૭૫૫૫ ઘરોમાં પોરાનાશક કામગીરી તથા ૬૦૯ રહેણાંકોમાં ફોગીંગ કરાયાનો દાવોઃ મચ્છર ઉત્પતિ સબબ ૧૬૨ને નોટીસ

રાજકોટ, તા. ૨૭: શહેરમાં ઠંડી ઋતુ વચ્ચે રોગચાળાનો પગપેસારો વધુ થવા પામ્યો છે. મનપાના આરોગ્ય વિભાગમાં આ સપ્તાહે શરદી, તાવ, ઝાડા, ઉલ્ટીના ૨૦૩૦ થી વધુ દર્દી નોંધાયા છે. મચ્છરજન્ય રોગના ૨ કેસ નોંધાયા છે. આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા.૧૯ થી ૨૫ જાન્યુ. સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.
શરદી તાવના ૨૦૩૦ થી વધુ કેસ
શહેરમાં શરદી-ઉધરસના કેસ૧૦૪૯ તેમજ સામાન્ય તાવના ૭૮૩ અને ઝાડા ઉલ્ટીના કેસ ૧૯૮ સહિત કુલ ૨૦૩૦ થી વધુ દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૪૨૧૦ તેમજ સામાન્ય તાવના ૨૯૨૬ અને ઝાડા ઉલ્ટીના કેસ ૮૩૧ તથા ટાઇફોઇડના ૧ તેમજ કમળાના ૫ કેસ નોંધાયા છે.
મચ્છર ઉત્પતિ સબબ ૧૬૨ને નોટીસ
રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનીષ્ટ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૧૭૫૫૫ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૬૦૯ ઘરોમાં ફોગીંગ કામગીરી કર્યાનો દાવો કર્યો છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય ૨૭૧થી વધુ સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ દેખાતા ૧૬૨ લોકોને નોટીસ આપવામાં આવી હતી.
(4:06 PM IST)










