તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th January 2026
નવ રચિત થરાદ જિલ્લામાં ભાજપ જિલ્લા તથા તાલુકા પ્રમુખોની નિમણૂક પ્રક્રિયા શરૂ

રાજકોટઃ નવ રચિત થરાદ જિલ્લા પ્રમુખ અને બનાસકાંઠા થરાદના નવા ચાર તાલુકા માટે પ્રમુખ પદ માટે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા સંગઠનને મજબૂત બનાવવા નિમણૂક પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ અનુસંધાને બનાસ કમલમ ખાતે પ્રદેશ ભાજપ નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ ભાજપ નિરીક્ષક તરીકે ગૌતમભાઈ શાહ (મહાનગરપાલિકાના પૂર્વ પ્રમુખ) શ્રીમતી ભાનુબેન બાબરીયા (પૂર્વ મંત્રી) તથા વર્તમાન ધારાસભ્યશ્રી અને , શ્રી રાજુભાઈ ધ્રુવ (પ્રદેશ કારોબારી સભ્ય)ની ઉપસ્થિતિમાં પ્રક્રિયા યોજાઈ હતી. આ સેન્સ પ્રક્રિયામાં નવ રચિત થરાદ જિલ્લા ભાજપ પ્રમુખની સાથે સાથે ઓગડ તાલુકા, વાવ ના ધરણીધર તાલુકા, થરાદના રાહ તાલુકા તથા હડાદ તાલુકાના ભાજપ પ્રમુખશ્રીઓની નિમણૂક માટે પણ કાર્યકર્તાઓના અભિપ્રાયો લેવામાં આવ્યા હતા. પ્રાપ્ત થયેલા સેન્સના આધારે ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા સત્તાવાર નિમણૂકો કરવામાં આવશે. તેમ જિલ્લા મીડિયા ઈન્ચાર્જ રશ્મિકાંત મંડોરા જણાવે છે.
(10:17 AM IST)










