<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th January 2026

રાજકોટમાં અત્‍યાધુનિક સુવિધાઓ સાથે ‘રિવાઈવ ફિઝિયોથેરાપી એન્‍ડ ફિટનેસ સેન્‍ટર'નો શુભારંભ

રાધે ગ્રુપ ઓફ એનર્જીના ડો.શૈલેષ માકડીયા અને શ્રીમતી શ્રીયા માકડીયાની ઉપસ્‍થિતિમાં

રાજકોટઃ તાજેતરમાં રાજકોટના સ્‍વાસ્‍થ્‍ય ક્ષેત્રમાં એક નવી ઉમંગ અને આધુનિક સારવાર પદ્ધતિઓ સાથેનું અદ્યતન ફિઝિયોથેરાપી સેન્‍ટર ઉમેરાયું છે. ૧૮ જાન્‍યુઆરી ૨૦૨૬ના રોજ ટાગોર રોડ સ્‍થિત નાગર બોર્ડિગ બિલ્‍ડીંગ ખાતે ‘રિવાઈવ ફિઝિયોથેરાપી એન્‍ડ ફિટનેસ સેન્‍ટર્'ંનો ભવ્‍ય ઉદ્ધાટન સમારોહ યોજાયો હતો. આ સેન્‍ટરનો મુખ્‍ય ધ્‍યેય દર્દીઓને પીડામુક્‍ત કરી સ્‍વસ્‍થ અને સક્રિય જીવનશૈલી તરફ દોરી જવાનો છે.

શુભારંભ અને વિશેષ મહેમાનોની ઉપસ્‍થિતિઃ આ પ્રસંગે સૌરાષ્ટ્ર-ગુજરાતના સુપ્રસિદ્ધ રાધે ગ્રુપ ઑફ એનર્જીના ડો. શૈલેષ માકડીયા અને શ્રીમતી શ્રિયા માકડીયા વિશેષ રૂપે પધાર્યા હતા. તેમના સહયોગ અને શુભકામનાઓથી કાર્યક્રમ વધુ દિવ્‍ય બની ઉઠ્‍યો હતો.

યજમાન ડો. રેહાના ભરતુ, શ્રી અલી અકબર ઉજ્જૈનવાલા, તેમજ ભરતુ અને ઉજ્જૈનવાલા પરિવારોએ પધારેલા તમામ મહેમાનોનું હાર્દિક સ્‍વાગત કર્યું હતું. શુભારંભ સમારોહમાં આ વિશાળ સંખ્‍યામાં સ્‍નેહીજનો, દર્દીઓ અને શુભેચ્‍છકો ઉપસ્‍થિત રહ્યા હતા.

ક્‍લિનિકલ એક્‍સલન્‍સ અને ડો. રેહાનાનો વિશાળ અનુભવઃ રિવાઈવ સેન્‍ટરના સ્‍થાપક અને ચીફ ફિઝિયોથેરાપિસ્‍ટ  ડો.રેહાના ભરતુ (એમપીટી) જે મસ્‍ક્‍યુલોસ્‍કેલેટલ અને સ્‍પોર્ટ્‍સ ફિઝિયોથેરાપીમાં વિશેષ નિપુણતા ધરાવે છે. અને ડો. રેહાનાનો વ્‍યાવસાયિક અનુભવ અનેક સ્‍તરો પર વિસ્‍તરેલો છે અને તેમનો લાભ મળતો થયો છે.

આણંદ ખાતે ૨ વર્ષનું અકાદમિક અનુભવઃ જેમાં તેમણે જયન ટ્રસ્‍ટ ફિઝિયોથેરાપી સેન્‍ટરના વિકાસમાં મહત્‍વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.

PEPL Pvt. Ltd. (peplhome.com) સાથે સહકારઃ જ્‍યાં તેમણે Pulsed Electromagnetic Therapy Unit જેવા અદ્યતન ફિઝિયો ઉપકરણના વિકાસમાં ભાગ લીધો હતો.

મુંબઈમાં ૫ વર્ષનો ક્‍લિનિકલ અનુભવઃ એક પ્રસિદ્ધ ફિઝિયોથેરાપી સેન્‍ટરમાં સેવા આપતા તેઓએ વિવિધ પરિસ્‍થિતિઓ ધરાવતા દર્દીઓનો સફળ ઉપચાર કર્યો છે.

તેમણે સેલિબ્રિટીઝ, હાઈ-પ્રોફાઇલ ક્‍લાઈન્‍ટ્‍સ સહિત તમામ ક્ષેત્રના લોકોને ટ્રીટમેન્‍ટ આપી છે. હવે રાજકોટમાં પોતાનું સેન્‍ટરઃ રિવાઈવ ફિઝિયોથેરાપી શરૂ કરવામાં તેમને રાધે ગ્રુપ ઑફ એનર્જીનો વિશેષ સહયોગ અને પ્રોત્‍સાહન મળ્‍યું છે.

ઉદ્ધાટન દરમ્‍યાન ડો. રેહાનાએ જણાવ્‍યું: હતું કે રિવાઈવમાં અમારો ધ્‍યેય માત્ર સારવાર કરવાનો નથી, પરંતુ કરુણા અને પ્રોફેશનલિઝમ સાથે દર્દીઓને સંપૂર્ણપણે સાજા કરવાની પ્રતિબદ્ધતા છે.

અદ્યતન થેરાપી અને સુવિધાઓઃ વિરાણી સ્‍કૂલની સામે આવેલ આ સેન્‍ટરમાં નીચેની આધુનિક સારવાર પદ્ધતિઓ ઉપલબ્‍ધ છેઃ મેન્‍યુઅલ થેરાપી, ડ્રાય નીડલિંગ, ડ્રાય કપિંગ, ફેશિયલ મેનિપ્‍યુલેશન, એડવાન્‍સ પેઈન મેનેજમેન્‍ટ

આ તમામ સારવાર પદ્ધતિઓ આંતરરાષ્ટ્રીય સ્‍તરના સ્‍ટાન્‍ડર્ડ મુજબ આપી કરવામાં આવે છે. ડિજિટલ પ્‍લેટફોર્મ્‍સ પર સક્રિય હાજરીઃ સેન્‍ટર સોશિયલ મીડિયા મારફતે સ્‍વાસ્‍થ્‍યસંબંધિત માર્ગદર્શન અને માહિતીઓ પણ શેર કરે છેઃ

Instagram: revive_physiotherapy_fitness

Facebook: Revive Physiotherapy and Fitness Center

Website: www.revive-physio.in

Email: [email protected]

સંપર્કઃ૯૪૨૮૮ ૫૧૬૨૫ સરનામું: નાગર બોર્ડિંગ બિલ્‍ડીંગ, વિરાણી સ્‍કૂલની સામે, ટાગોર રોડ, રામકૃષ્‍ણ નગર, રાજકોટ. તસ્‍વીરમાં રાધે ગ્રુપ ઓફ એનર્જીના ડો.શૈલેષ માકડીયા, શ્રીમતી શ્રીયા માકડીયા, ડો.રેહાના ભરતુ પરિવારજનો, સ્‍ટાફ, મહેમાનો નજરે પડે છે

(10:17 AM IST)