તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th January 2026
રાજકોટની આર્યા રિસોર્ટ એન્ડ ક્લબ પર આઇટીની તપાસ
વહેલી સવારથી દસ્તાવેજોની ચકાસણી શરૂઃ મોટો ગ્રુપ ઉપર તપાસથી ખળભળાટ

રાજકોટ, તા. ર૮ : રાજકોટ શહેરમાં ફરી એકવાર આવકવેરા વિભાગ સક્રિય બન્યું છે. શહેરના કાલાવડ રોડ પર આવેલા અને અત્યંત જાણીતા લક્ઝરીયસ ઁઆર્યા રિસોર્ટ એન્ડ ક્લબઁ માં આજે આવકવેરા વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આજે સવારે આવકવેરા વિભાગની ટીમે આર્યા રિસોર્ટ અને ક્લબ પર પહોંચીને તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી મુજબ, આ કોઈ સામાન્ય સર્વે નથી પરંતુ વિભાગ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. જયારે કેટલાક આયકર અધિકારીઓ તપાસ સામાન્ય હોવાનું જણાવે છે.
દસ્તાવેજોની ચકાસણીઃ આયકર વિભાગના અધિકારીઓએ રિસોર્ટના હિસાબી સાહિત્ય અને નાણાકીય વ્યવહારોને લગતા દસ્તાવેજો કબ્જે કરીને તેની ઝીણવટભરી ચકાસણી શરૂ કરી દીધી છે. રેકોર્ડ્સની તપાસઃ રિસોર્ટના મેમ્બરશિપ ડેટા, ઇવેન્ટ બુકિંગ્સ, અને રોકડ વ્યવહારો પર અધિકારીઓનું ખાસ ધ્યાન કેન્દ્રિત છે.
રાજકોટમાં આર્યા ક્લબ એક પ્રતિષ્ઠિત નામ છે અને અહીં મોટાપાયે લગ્નપ્રસંગો અને કોર્પોરેટ ઈવેન્ટ્સ યોજાતી હોય છે,
(11:52 AM IST)










