<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th January 2026

ગુજરાતમાં પ્રાચીન સંસ્‍કૃતિના સ્‍થળો બચાવવા સરકારમાં અલગથી ‘‘સંસ્‍કૃતિ મંત્રાલય'' જરૂરી : જયાબેન ફાઉન્‍ડેશનના પરેશ પંડયાની માંગણી

પ્રધાનમંત્રી, મુખ્‍યમંત્રી, નાયબ મુખ્‍યમંત્રીને રજુઆત ગુજરાતમાં ૩૬૩ રક્ષિત સ્‍મારકો છે, સોૈરાષ્‍ટ્રમાં ૧૯૯ છે, નવા સંશોધનો કેમ થશે ? પુરાતત્‍વ ખાતામાં સ્‍ટાફ-સાધનોની ભારે કમી ૨૬ જાન્‍યુ.થી ૧૨ ફેબ્રુ. પુરાત્‍વવિદ પી.પી. પંડયાની પૂણ્‍યતિથિ સુધી ૧૮ દિવસો પત્રથી રજુઆત થશે

રાજકોટ : ગુજરાતમાં હજારો વર્ષ પ્રાચીન સંસ્‍કળતિના સ્‍થળો શોધાયેલા છે. વિશ્વભરમાં જેની સહર્ષ નોંધ લેવામાં  આવી છે, આપણે આપણી પ્રાચીન સંસ્‍કળતિ માટે ગર્વ અનુભવીએ છીએ. આ પ્રાચીન સંસ્‍કળતિના સ્‍થળો બચાવવા માટે, તેની યોગ્‍ય જાળવણી થાય તે માટે કાર્યરત સંસ્‍થા શ્રી જયાબહેન ફાઉન્‍ડેશનના પરેશ પંડયા (મો. ૯૮૨૫૨ ૧૮૯૦૩) આપણી આ ગૌરવપૂર્ણ સંસ્‍કળતિના સ્‍થળો બચાવવાની માંગણી કરતા જણાવે છે કે, ગુજરાત  રાજયમાં પુરાતત્‍વ ખાતા દ્વારા રક્ષિત સ્‍મારક જાહેર કરેલા ૩૬૩ જેટલા સ્‍થળો છે. આમાંથી સૌરાષ્‍ટ્ર વિસ્‍તારમાં ૧૯૯ રક્ષિત સ્‍મારકો છે. હજુ અનેક મહત્‍વપૂર્ણ સ્‍થળો રક્ષિત  જાહેર કરવાના બાકી છે. આ દરેક ઐતિહાસિક સ્‍થળોની રક્ષા કરવી અત્‍યંત જરૂરી છે, જે થઇ રહેલ નથી, તે પણ હકીકત છે.

પરેશ પંડયા જણાવે છે કે એવા અનેક હજારો વર્ષ પ્રાચીન સ્‍થળો પુરાતત્‍વવિદોએ શોધી ગુજરાત રાજયને અને રાષ્‍ટ્રને વિશ્વ સમક્ષ ગૌરવ અનવભતુ કર્યુ છે. દેશના જ નહી વિદેશમાંથી પણ ત્‍યાંની યુનિવર્સિટીઓ અને પુરાતત્‍વવિદો આપણી પ્રાચીન સંસ્‍કળતિના સ્‍થળો જોવા, તેને જાણવા, તેનો અભ્‍યાસ કરવા ભુતકાળમાં રૂબરૂ સ્‍થળ મુલાકાતે આવ્‍યા છે. ખાસ ટીમ મોકલામાં આવી છે. દુઃખદ છે કે આપણે તે સ્‍થળો સાચવવા પુરતા સજાગ નથી, સક્રિય નથી.

પરેશ પંડયા જણાવે છે કે ગુજરાતમાં પ્રાચીન સંસ્‍કળતિને શોધવા, તેની જાળવણી કરવા પુરાતત્‍વ ખાતુ છે. પણ દરેક પુરાતત્‍વ ખાતાની કચેરીઓ પુરતા સ્‍ટાફ વગરની, પુરાતા બજેટ વગરની, પુરતા જરૂરી સાધનો-વાહનો વગરની છે. જે અસરકારક કાર્ય કરી શકવા સક્ષમ નથી. સૌરાષ્‍ટ્રમાં ૧૧ જિલ્લાઓનું કાર્યક્ષેત્ર ધરાવતી પુરાતત્‍વ ખાતાની પヘીમ વર્તુળ કચેરી રાજકોટમાં આવેલી છે. જેમની ૧૯૯ રક્ષિત સ્‍મારકો સાચવવાની જવાબદારી છે. આ કચેરીનું મહેકમ ર૯ કર્મચારીઓનું છે. લાંબા સમય થયા તેમાં ફકત ૩ કર્મચારીઓ ફરજ બજાવે છે. રક્ષિત સ્‍મારકો સાચવવા માટે પુરાતત્‍વ ખાતુ સક્ષમ નથી તો નવા સંશોધનો કેમ શકય બની શકે ?

સૌરાષ્‍ટ્ર સહિત ગુજરાતમાં પ્રાચીન સંસ્‍કળતિનો ભંડાર છે. શોધાયેલ ને સાચવવા અને નવા સ્‍થળોનું સંશોધન કરવા, સમગ્ર પુરાતત્‍વ ખાતાને સજ્જ કરી વધુ સક્રિય કરવા ગુજરાતની રાજય સરકારમાં અલગ એક ‘‘સંસ્‍કળતિ મંત્રાલય'' બનાવવું અત્‍યંત જરૂરી છે. તેમાં પુરતુ બજેટ અને વિષય સમજતા મંત્રીશ્રી હોવા અત્‍યંત જરૂરી છે. આપણી સંસ્‍કળતિ બચાવવા આ કોઇ જટીલ કાર્ય નથી. સંસ્‍કળતિ બચાવવી એ આપણી ફરજ છે, જવાબદારી છે.

તેઓ જણાવે છે કે શ્રી જયાબહેન ફાઉન્‍ડેશન દ્વારા ગરવી ગુજરાતની ગૌરવંતી પ્રાચીન સંસ્‍કળતિ માટે ભારતના વડાપ્રધાનશ્રી, ગુજરાત રાજયના મુખ્‍યમંત્રીશ્રી તેમજ નાયબ મુખ્‍યમંત્રીશ્રીને વિગતવાર રજુઆત પત્ર તા. ર૬ જાન્‍યુઆરીએ પાઠવવામાં આવેલ છે. સંસ્‍કળતિ બચાવવા વધુ ધ્‍યાન કેન્‍દ્રીત કરવા માટે તા. ૧ર ફેબ્રુઆરી પુરાતત્‍વવિદ શ્રી પી.પી.પંડયાની પૂણ્‍યતિથિ સુધી સતત ૧૮ દિવસો સુધી રોજ એક રજુઆત પત્ર પાઠવવામાં અવશે.

પરેશ પંડયાની ગુજરાત રાજયના સંસ્‍કળતિને સમજનારા, ચાહનારા, માનનારા દરેક મહાનુભાવોને નમ્ર અપીલ છે કે આપણી પ્રાચીન સંસ્‍કળતિ બચાવવા માટેની આપની લાગણી દર્શાવતો એક પત્ર ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીને આપ જરૂર પાઠવો

(2:06 PM IST)