News of Wednesday, 28th January 2026
એસટી બસ સ્ટેશનમાં રિવર્સમાં આવેલી બસની ઠોકરે સિક્યુરીટી ગાર્ડને ગંભીર ઇજા
મનપાના નિવૃત કર્મચારી બાબરીયા કોલોનીના નરેન્દ્રસિંહ વાઘેલા હાલ સિક્યુરીટી તરીકે ફરજ બજાવે છેઃ સિવિલમાં સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૮: એસટી બસ સ્ટેશનમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતાં મનપાના નિવૃત કર્મચારી પોતાની ફરજ પર હતાં ત્યારે પ્લેટફોર્મ નંબર-૩માંથી રિવર્સમાં અચાનક આવેલી બસની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં સારવાર હેઠળ છે.
જાણવા મળ્યા મુજબ બાબરીયા કોલોનીમાં રહેતાં નરેન્દ્રસિંહ માધુભા વાઘેલા (ઉ.વ.૬૫) મનપામાંથી નિવૃત થયા બાદ હાલ એસટી બસ પોર્ટ ખાતે સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. તેઓ ગઇકાલે બપોરે અઢી આસપાસ પ્લેટફોર્મ નં. ૩ પાસે પોતાની ફરજ પર હતાં ત્યારે ડ્રાઇવરે અચાનક જ બસ રિવર્સમાં લેતાં પાછળ નરેન્દ્રસિંહ ઉભા હોઇ તે ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ-ડિવીઝન પોલીસને કરી હતી. નરેન્દ્રસિંહ બે ભાઇ અને બે બહેનમાં મોટા છે અને સંતાનમાં એક દિકરી તથા બે દિકરા છે.
(2:12 PM IST)










