News of Wednesday, 28th January 2026
જંગલેશ્વર ડીમોલીશન સંદર્ભે મોટી ઉંમરના વૃધ્ધાઓ-મહીલાઓ મામલતદાર પાસે દોડી આવ્યાઃ ચોધાર આંસુએ રજુઆતઃ થોડો સમય આપો

રાજકોટઃ રાજકોટ પુર્વ વિસ્તારના મામલતદાર શ્રી અજમેરાએ ૧૩પ૮ લોકોને ગઇકાલે કલમ ૬૧ મુજબ હુકમો કરી, કલમ ર૦ર હેઠળ આખરી નોટીસ આપી ૭ દિ'માં મકાનો ખાલી કરી દેવા આદેશો કરતા તેના ગંભીર અને ઘેરા પ્રત્યાઘાતો પડયા છે.
દરમિયાન આજે સ્થાનીક કોર્પોરેટરોને સાથે રાખી મોટી ઉંમરના મહિલાઓ-વૃધ્ધાઓ-લોકો મામલતદાર શ્રી અજમેરા સમક્ષ દોડી આવ્યા હતા અને વર્ષોથી રહેતા હોય, બાળકો સ્કુલ જતા હોય, ચોધાર આંસુઓ રજુઆતો કરીને ઘરો ખાલી કરવા સમય આપવા, આવાસો અંગે વૈકલ્પીક જગ્યા આપવા સહિતની માંગણીઓ કરી હતી. મામલતદાર શ્રી અજમેરાએ આ અંગે ઉપરી અધિકારીઓને પુછી નિર્ણય લેવા અંગે જણાવ્યું હતું. રજુઆતો સમયે વાતાવરણ થોડુ તંગ બની ગયું હતું. રજુઆત બાદ તમામ લોકો વિલા મોઢે પાછા ફર્યા હતા.
(2:58 PM IST)










