<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th January 2026

શ્રી મોઢેશ્વરી માતંગી માતાજીનો શનિવારે પાટોત્‍સવ

મોઢ વણિક જ્ઞાતિ પાટોત્‍સવ સમિતિ દ્વારા યુવીએમસી પાર્ટી લોન્‍સ ખાતે આયોજન : સાંજે પૂજનવિધિ અને બાદમાં મહાપ્રસાદ : રકતદાને કેમ્‍પનું પણ આયોજન : જ્ઞાતિજનોએ પાસ મેળવી લેવા

રાજકોટ તા. ૨૮ : સમરત મોઢ વણિક જ્ઞાતિના કુળદેવી શ્રી મોઢેશ્વરી (માતંગી) માતાજીના પાટોત્‍સવનું સમસ્‍ત મોઢ વણિક જ્ઞાતિજનો તા. ૩૧ના શનિવારે યુ.વી.એમ.સી. પાર્ટી લોન્‍સ,  આઉટ ઓફ બોકસ રેસ્‍ટોન્‍ટ સામે, ન્‍યારી ડેમ રોડ, કાલાવડ રોડ રાજકોટ મુકામે કરાયુ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા પાટોત્‍સવ સમિતિના આગેવાનોએ જણાવ્‍યુ હતુ કે તા.૩૧ ના સાંજે ૬ થી ૭ પૂજનવિધી અને ૭ કલાકથી મહાપ્રસાદનું આયોજન કરાયુ છે.

જેમાં મુખ્‍ય યજમાન જ્ઞાતિ અગ્રણી અ.નિ. શ્રી મધુબેન જયસુખલણ છાપીયા પરિવાર છે.

આમંત્રણ પત્રિકામાં દર્શાવેલ નજીકના સરનામેથી મહાપ્રસાદના પાસ મેળવી લેવાના રહેશે. વ્‍યવસ્‍થાના ભાગ રૂપે ૧ પાસ દીઠ રૂા. ૫૦ ટોકન ચાર્જ રાખેલ છે.

તેમજ ગં.સ્‍વ. સરયુબેન ઈન્‍દુભાઇ મહેતા પરિવાર દ્વારા માતંગી માતાજીની પ્રસાદીરૂપી રક્ષાપોટલી ટોકન દીઠ નંગ-૧ મેળવી લેવા જણાવાયુ છે.

પાર્ટી પ્‍લોટ વ્‍યવસ્‍થાઃ યુ.વી.એમ.સી. પાર્ટી પ્‍લોટ, શ્રી મોઢ વણીક મહાજન ટ્રસ્‍ટ).

મહાપ્રસાદ વ્‍યવસ્‍થા સાથે કેટરર્સ (ચેતન પારેખ તથા કીશન પારેખ) ફોટોગ્રાફી : શ્રીજી ઈલેક્‍ટ્રોવિઝન (કેતન પારેખ, કમલેશ પારેખ.

શુધ્‍ધ સીંગતેલ ના ડબ્‍બાની વ્‍યવસ્‍થા : માતંગી ઓઇલ ઇન્‍ડસ્‍ટ્રીઝ (પ્રશાંત ગાંગડીયા), સાઉન્‍ડ સીસ્‍ટમ શ્રીનાથજી ડેકોરેશન (કિર્તી   રાઠોડ) તથા મંડપ વ્‍યવસ્‍થા યંગસ્‍ટાર મેનેજમેન્‍ટ (ચિંતન વોરા)નો સહયોગ રહ્યા છે.

રાજકોટના ઇતિહાસમાં મોઢવણિક જ્ઞાતિજનો માટે ૧૯ વર્ષથી જ્ઞાતિના કુળદેવી મોઢેશ્વરી (માતંગી) પાતાજીના પાટોત્‍સવનો ઘર આંગણે રણીયામણો અવસર ઉજવાઇ રહ્યો હોય જ્ઞાતિજનોમાં ભારે ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે.

દરેક જ્ઞાતિજનોએ આ પાટોત્‍સવમાં મહાપ્રસાદ લેવા જાહેર અનુરોધ કરાયો છે.

સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં વસતા તમામ જ્ઞાતિજનોએ પધારવા હાર્દિક આમંત્રણ છે. આ કાર્યક્રમ જ્ઞાતિજનો પુસ્‍તો સિમીત રાખેલ છે.

મોઢ વણિક માતંગી પાટોત્‍સય સમિતિ ના સ્‍થાપકઃ શ્રી મહેન્‍દ્રભાઈ મહેતા - વિકાસ પબ્‍લીસીટી, કારોબારી સભ્‍ય : શ્રી સુનીલભાઈ મહેતા - શ્રીજી સ્‍ટીલ. શ્રી પવનભાઈ પરીખ અંમઆઈસી એજન્‍ટ, શ્રીમતી પ્રતિમાબેન સતીષભાઈ પારેખ જ્ઞાતિ અગ્રણી, શ્રી શ્‍યામભાઈ ગાંધી - મેટલ વુડ ફર્નીચર, શ્રેયાંસ મહેન્‍દ્રભાઈ મહેતા -વિકાસ પબ્‍લીસીટીના માર્ગદર્શન હેઠળ જહેમત ઉઠાવાઇ રહી છે.

વિશેષ માહિતિ માટે મો.૯૯૭૯૫ ૧૮૧૪૩ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

તસ્‍વીરમાં ‘અકિલા'ના તંત્રીશ્રી અજીતભાઇ ગણાત્રા સમક્ષ વિગતો વર્ણવતા શ્રી મોઢ વણિક માતંગી પાટોત્‍સવ સમિતિના સર્વશ્રી મહેન્‍દ્રભાઇ મહેતા, પ્રતિમાબેન પારેખ, પવનભાઇ પરીખ, શ્રેયાંસભાઇ મહેતા, સંજયભાઇ મણીયાર, કેતનભાઇ પારેખ, પ્રશાંતભાઇ ગાંગડીયા ,જતિન મોદી, સતિષભાઇ પારેખ, સુષ્‍માબેન મહેતા, દીપીકાબેન મોદી, પ્રતિક્ષાબેન મોદી, મીરાબેન વોરા નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા 

 

(3:16 PM IST)