News of Wednesday, 28th January 2026
નર્સિંગ કર્મચારી ૨૩ વર્ષના જનક રાઠોડનો ગળાફાંસો ખાઇ આપઘાત
માધાપર ચોકડીથી બેડી ચોકડીના રસ્તે સદ્દગુરૂ પાર્કમાં બનાવ

રાજકોટ તા. ૨૮: ખાનગી હોસ્પિટલમાં નર્સિંગ કર્મચારી તરીકે ફરજ બજાવતાં માધાપર ચોકડી નજીક રહેતાં યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે.
જાણવા મળ્યા મુજબ માધાપર ચોકડીથી બેડી ચોકડીના રસ્તે આવેલા સદ્દગુરૂ પાર્ક-૨માં રહેતાં જનકભાઇ નિતીનભાઇ રાઠોડ (ઉ.વ.૨૩) નામના યુવાને રાતે ઘરે ગળાફાંસો ખાઇ લેતાં ૧૦૮ બોલાવાઇ હતી. તેના તબિબે તેને મૃત જાહેર કરતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. જનક બે ભાઇમાં મોટો હતો અને હોસ્પિટલમાં નર્સિંગ વિભાગમાં કામ કરતો હતો. તેણે આ પગલુ શા માટે ભર્યુ? તેની વિગતો પરિવારજનો જાણતાં ન હોઇ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના હેડકોન્સ. મયુરસિંહે તપાસ યથાવત રાખી છે. યુવાન દિકરાના મોતથી પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ છે.
(3:26 PM IST)










