News of Wednesday, 28th January 2026
એઇમ્સનો મેડીકલ સ્ટુડન્ટ ડો. રતનકુમાર એકાએક ગાયબ
આખી હોસ્ટેલમાં તપાસ લેવાઇ : કોંગ્રેસ અગ્રણી અશોકસિંહ દ્વારા ડાયરેકટર ધ્યાન દોરાયું : તપાસની માંગ : તંત્ર શોધી કાઢવા ઉંધામાથે : ગાંધીગ્રામ પોલીસમાં અરજી આપવા અંગે તંત્ર દોડયું પરંતુ કોઇ પતો નથી

રાજકોટ, તા. ર૮ : એઇમ્સ હોસ્પિટલ હોસ્પિટલ ની મેડીકલ કોલેજ ની હોસ્ટેલ માંથી કાલ રાત થી એમ.બી.બીએસ મા અભ્યાસ કરતો સ્ટુડન્ટ ડો રતનકુમાર એકાએક ગાયબ થઇ જતા સ્ટુડન્ટ ને ગોતવા માટે એમ્સ પ્રશાસન ઉંધેમાથે થઇ ગયું છે. આજે સવારે ગાંધીગ્રામ પોલીસ મા જાણ કરવા અરજી આપવા તજવીજ ચાલુ કરી છેલ્લે ગાયબ સ્ટુડન્ટ નો ફોન પણ સ્વીચ ઓફ હોવાનું બહાર આવ્યું છે.
એઇમ્સ હોસ્પિટલ અને મેડીકલ હોસ્ટેલ ના પ્રશાસનિક અધિકારીની સિધીજ જવાબદારી બને છે કારણકે હોસ્ટેલના ગેઈટ રાત્રે ૧૦=૦૦ વાગે બંધ કરવાનો હોય છે અને રાત્રે તેમજ સવારે વિધાર્થીઓ ની હાજરી ચકાસવાની હોય છે છતા કેમ ધ્યાને નો આવ્યુ ટાઈટ સિકયુરીટી વ્યવસ્થા મા વ્યાપક છીંડા એમ્સ હોસ્પિટલ પ્રશાસનિક અધિકારી ની ફરજ બેદરકારી અંગે જાગળત કોંગ્રેસ અગ્રણી અશોકસિંહસિંહ વાઘેલા એ એઇમ્સ હોસ્પિટલ ના ડેપ્યુટી ડાયરેક્ટર ડો અંકુરપ્રતાપસિંઘ નુ ધ્યાન દોરી ગાયબ સ્ટુડન્ટ ને સહી સલામત શોધવા અને હોસ્ટેલ ના જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.
દરમિયાન એઇમ્સ સતાવાળાઓનો સંપર્ક કરતા આ વિદ્યાર્થી ડો. રતનકુમાર હોસ્ટેલમાં નહી હોવાનું ઉમેરાયું હતું, અન્ય એક અધીકારીએ જણાવેલ કે, પ્રેમમાં નાસીપાસ થવાને કારણે ગાયબ થઇ ગયો હોય શકે અથવા ચાલ્યા ગયા હોય શકે હાલ તમામ લેવલે તપાસ ચાલુ છે. (૯.૩૦)
મુળ રાજસ્થાન જેસલમેરના ૨૫ વર્ષિય રતનકુમાર વહેલી સવારે ગાયબઃ મોબાઇલ બંધ
રાજકોટ : એઇમ્સ હોસ્પિટલ ખાતે આવેલી બોયઝ હોસ્ટેલમાં રહેતાં અને અહિ એમબીબીએસનો અભ્યાસ કરવાની સાથે ઇન્ટર્ની તરીકે ફરજ બજાવતાં તબિબી છાત્ર ડો. રતનકુમાર મોહનલાલ મેઘવાલ (ઉ.વ.૨૫-રહે. મુળ ગામ મેઘવાલ વાસ, જેસલમેર રાજસ્થાન) આજે તા. ૨૮/૧/૨૬ના સવારે ૩:૩૫ કલાકે તેના હોસ્ટેલના રૂમમાં જોવા ન મળતાં સાથી તબિબી છાત્રો સહિતે શોધખોળ શરૂ કરી હતી. તેમનો ફોન પણ બંધ આવતો હોઇ બધા ચિંતામાં મુકાઇ ગયા હતાં.
સવારે મોડે સુધી શોધખોળ કરવા છતાં તેનો પત્તો ન મળતાં આ બારામાં પોલીસને જાણ કરવાનો નિર્ણય લેવાયો હતો. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે આ અંગે જાણ કરવામાં આવતાં પીઆઇ એસ. આર. મેઘાણીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન ઓફિસર કે. ડી. ચુડાસમાએ ગૂમ નોંધ રજીસ્ટર કરી હતી. આ અંગેની નોંધ બોયઝ હોસ્ટેલના ડો. પ્રતિક સિહાગે કરાવી છે. ગૂમ થનારા તબિબી છાત્ર ડો. રતનકુમાર મેઘવાલની ઉંચાઇ ૫ ફુટ ૪ ઇંચ જેવી છે અને શરીરે મધ્યમ બાંધાના તથા વાને ઘઉંવર્ણા છે. તે અપરિણીત છે અને રૂમ ખાતેથી એકલા જ ગયા છે. તે નીકળ્યા ત્યારે ગ્રીન ટીશર્ટ અને કાળુ પેન્ટ પહેરેલુ હતું. ગાંધીગ્રામ પોલીસે મોબાઇલ લોકેશનને આધારે શોધખોળ કરવા તપાસ આદરી છે. વધુ તપાસ હેડકોન્સ. પૃથ્વીરાજસિંહ ગોહિલ ચલાવી છે. તસ્વીરમાં દેખાતાં ડો. રતનકુમાર મેઘવાલ કોઇને જોવા મળે તો ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે મો. ૬૩૫૯૬ ૨૭૩૮૧ ઉપર અથવા પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરવા જણાવાયું છે. (૧૪.૧૦)
(3:35 PM IST)










