<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th January 2026

ભાજપ સામે પૂરા જોમ-જુસ્‍સાથી લડીશુ : ડો. મહેશ રાજપુત

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઓબીસી ડિપાર્ટમેન્‍ટના નવનિયુક્‍ત ચેરમેન ડો. મહેશ રાજપુત ‘અકિલા'ના આંગણે : અમે અમિત ચાવડાની આગેવાનીમાં આંદોલન કર્યા બાદ ઓબીસી સમાજને ૨૭ ટકા આપવા કમીટીની રચના કરાઇ, ગરીબ વ્‍યક્‍તિનો વિકાસ થવો જોઇએ પરંતુ ભાજપના શાસનમાં તો માત્ર રૂપિયાવાળા લોકોનો જ વિકાસ થઇ રહ્યો છે, બજેટમાં ઓબીસી જ્ઞાતિના લોકોના વિકાસ માટે રકમ ફાળવવામાં આવે

રાજકોટ : ભાજપના શાસનમાં તો માત્ર મોટા (રૂપિયા વાળા) લોકો ના  જ વિકાસ થાય છે જ્‍યારે ગરીબ વર્ગ દિવસેને દિવસે વધુ ગરીબ બની રહ્યો છે. ખરેખર તો નાના વર્ગનો વિકાસ થવો જોઇએ આ શબ્‍દો છે. કોંગ્રેસ આગેવાન ડો. મહેશ રાજપુતના.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ઓબીસી  ડિપાર્ટમેન્‍ટના નવનિયુક્‍ત ચેરમેન ડો. મહેશ રાજપુત આજે પોતાની ટીમ સાથે અકિલાના આંગણે આવ્‍યા હતા. તેઓએ જણાવેલ કે ઓબીસી સમાજને ૨૭ ટકા આપવા કોંગ્રેસે જબ્‍બર આંદોલન ચલાવ્‍યું હતું. અમિત ચાવડાની આગેવાનીમાં વિધાનસભા સામે ધરણા ઉપર બેઠા હતા.  ગામેગામ આંદોલન કર્યા. ધરણા ઉપર બેઠા એ જ દિવસે વિધાનસભામાં ઠરાવ પસાર કરી કમિટીની રચના કરવામાં આવી હતી.

તેઓ જણાવેલ કે ગુજરાતમાં ઓબીસી સમાજની બાવન ટકા વસ્‍તી છે. ઓબીસી જ્ઞાતિના લોકો વિકાસ માટે સત્તા પક્ષ દ્વારા મામુલી રકમ ફાળવવામાં આવે છે. જે વધારવા રજુઆત બાદ આંદોલન શરૂ કરવામાં આવશે.

ડો. મહેશ રાજપુત જણાવે છે કે નાનામા નાનો સમાજનો પણ વિકાસ થવો જોઇએ. દરેક જ્ઞાતિને પ્રતિનિધિત્‍વ મળવું જોઇએ. જ્‍યારે ભાજપના શાસનમાં માત્ર મોટા લોકોના જ વિકાસ થાય છે. જ્‍યારે નાનો મણસ દુઃખી છે. ઓબીસી સમાજના લોકોને મીનીમમ વ્‍યાજના દરે લોન રૂપી સહાય આપવી જોઇએ.

પરંતુ આજે તો સંતો મહંતો પણ જો ભાજપની વાહવાહી કરે તો જ તેને સંત તરીકે સંત્તાપક્ષ યોગ્‍યતા આપે છે અને જો કોઇ સંત ભાજપની વાહવાહી ન કરે તો તેને માનવામાં આવતા નથી.

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ઓબીસી ડિપાર્ટમેંટના ચેરમેન ડો. મહેશ રાજપુત મો. ૯૮૨૪૪ ૦૮૦૦૪ અને ઓલ ઇન્‍ડિયા કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્‍ટના કો-ઓર્ડિનેટર તથા ઇન્‍ચાર્જ-દીવ દમણ જીવણભાઇ કુંભારવાડિયા

તથા ભારતીય રાષ્‍ટ્રીય કોંગ્રેસના મંત્રી અને રાજસ્‍થાનના પ્રભારી, પૂર્વ ધારાસભ્‍ય ઋત્‍વિકભાઇ મકવાણા, પૂર્વ ધારાસભ્‍ય અને પૂર્વ ચેરમેન ઓબીસી ડિપાર્ટમેંટ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજેશભાઇ ગોહિલ, ડો. હેમાંગભાઇ વસાવડા-ચેરમેન ડોકટર સેલ જીપીસીસી, ડો. રાજદીપસિંહ જાડેજા- પ્રમુખ રાજકોટ શહેર કોંગ્રેસ,  દિનેશભાઇ મકવાણા-પૂર્વ મહામંત્રી જીપીસીસી, ભાર્ગવ પઢિયાર - પ્રમુખ રાજકોટ શહેર ઓબીસી વિભાગ, હાર્દિક પરમાર - પૂર્વ પ્રમુખ રાજકોટ શહેર ઓબીસી વિભાગ, રાજેશ આમરણિયા - પૂર્વ પ્રમુખ રાજકોટ શહેર ઓબીસી વિભાગ, ભાવેશ ખાચરિયા - પૂર્વ ચેરમેન સેવાદળ રાજકોટ, નરેશભાઇ સાગઠિયા - ઉપપ્રમુખ એસ.સી. વિભાગ જીપીસીસી, પ્રવીણભાઇ સોરણી - પૂર્વ કોર્પોરેટર આર.એમેસી. ઘનશ્‍યામસિંહ જાડેજા - પૂર્વ કોર્પોરેટર, નિલેષભાઇ મારુ - પૂર્વ કોર્પોરેટર ગોવિંદભાઇ સભાયા નજરે પડે છે. (તસ્‍વીર : અશોક બગથરીયા)

(3:41 PM IST)