<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th January 2026

સ્‍પોર્ટસ કોમ્‍પલેક્ષ- ફાયર સ્‍ટેશન નિર્માણની પ્રગતિ જાણીઃ જરૂરી સૂચના આપતા તુષાર સુમેરા

વોર્ડ નં.૧૭માં મ્‍યુ.કમિશનરની ફેરણીઃ સમીક્ષા

રાજકોટ તા.૨૮: ગુજરાત સરકારના શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫-૨૬ અન્‍વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના સર્વાંગી અને સુસંગત વિકાસને ધ્‍યાનમાં રાખી રમતગમત, જાહેર સુરક્ષા તથા આધુનિક ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરના ક્ષેત્રે મહત્‍વપૂર્ણ વિકાસાત્‍મક યોજનાઓ અમલમાં મુકાઈ રહી છે. આ વિકાસકાર્યોના ભાગરૂપે તા.૨૭-૦૧-૨૦૨૬ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના મ્‍યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરા દ્વારા વોર્ડ નં.૧૭ ખાતે નિર્માણ પામી રહેલ આત્‍યાધુનિક સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્ષ તથા તેની બાજુમાં નિર્માણાધીન ફાયર સ્‍ટેશનની સ્‍થળ પર જઈ વિસ્‍તળત સમીક્ષા વિઝીટ કરવામાં આવી હતી.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગુજરાત સરકારના શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫-૨૬ અન્‍વયે વોર્ડ નં.૧૭ ખાતે આંતરરાષ્‍ટ્રીય કક્ષાનો આત્‍યાધુનિક સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્ષ નિર્માણ પામી રહ્યો છે. ઓલમ્‍પિક્‍સ તથા કોમનવેલ્‍થ ગેમ્‍સમાં ભારત વધુ મેડલ્‍સ જીતે છે તેવી રમતોને ધ્‍યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્ષની ડિઝાઇન અને સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે.

રમતગમત ક્ષેત્રે જોડાયેલા ૨૧ અનુભવી ખેલાડીઓ તથા પ્રતિભાઓ સાથે વિસ્‍તળત ચર્ચા બાદ આ સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્ષની આંતરરાષ્‍ટ્રીય કક્ષાની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. ખાસ કરીને ઓલમ્‍પિક્‍સ અને કોમનવેલ્‍થ ગેમ્‍સમાં ભારત વધુ મેડલ્‍સ જીતે છે તેવી રમતો માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવવામાં આવનાર છે.

આ કોમ્‍પ્‍લેક્ષ પૂર્ણ થયા બાદ રાજકોટ સહીત સૌરાષ્‍ટ્રના ખેલાડીઓને ઉચ્‍ચ કક્ષાની તાલીમ, આધુનિક ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર અને સ્‍પર્ધાત્‍મક વાતાવરણ ઉપલબ્‍ધ થશે, જેના પરિણામે રાજ્‍ય અને રાષ્‍ટ્રીય સ્‍તરે નવી રમતગમત પ્રતિભાઓ વિકસવા માટે સકારાત્‍મક માહોલ સર્જાશે. આ ઉપરાંત રાજકોટ શહેરના વોર્ડ નં. ૧૩, ૧૪, ૧૬, ૧૭ અને ૧૮ સહિત આસપાસના વિસ્‍તારમાં વસતા અંદાજે ૩.૫ થી ૪ લાખ નાગરિકોને રમતગમતની સુવિધાનો સીધો લાભ મળશે.

આ સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્ષ દ્વારા રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્‍ટ્ર વિસ્‍તારમાં રમતગમત સંસ્‍કળતિને વેગ મળશે તેમજ યુવાનોને આરોગ્‍યપ્રદ અને સક્રિય જીવનશૈલી અપનાવવા પ્રોત્‍સાહન મળશે.

સમીક્ષા મુલાકાત દરમિયાન મ્‍યુનિસિપલ કમિશનર સાથે સંબંધિત વિભાગોના અધિકારીઓ, ઇજનેરો તેમજ પ્રોજેક્‍ટ અમલવારી કરતી એજન્‍સીના પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહ્યા હતા. કમિશનરએ એજન્‍સીના પ્રતિનિધિ પાસેથી બાંધકામની હાલની સ્‍થિતિ, તબક્કાવાર કામગીરી, ટેકનિકલ પાસાં, બાંધકામ સામગ્રી, ગુણવત્તા નિયંત્રણ પ્રક્રિયા તથા આગામી કાર્યયોજનાની વિસ્‍તળત માહિતી મેળવી હતી.

આ સાથે મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્ષની બાજુમાં નિર્માણ પામી રહેલ ફાયર સ્‍ટેશનની કામગીરીની પણ સ્‍થળ પર જઈ સમીક્ષા કરી હતી. ફાયર સ્‍ટેશનની ભાવિ માળખાકીય સુવિધાઓ, અગ્નિશામક સાધનસામગ્રી, વાહન વ્‍યવસ્‍થા અને ઇમરજન્‍સી પ્રતિસાદ ક્ષમતાને લગતા મુદ્દાઓ અંગે તેમણે વિગતવાર માહિતી મેળવી હતી.

ફાયર સ્‍ટેશન કાર્યરત થતાં વોર્ડ નં. ૧૭ તથા આસપાસના વિસ્‍તારોમાં અગ્નિશામક અને ઇમરજન્‍સી સેવાઓ વધુ મજબૂત બનશે અને નાગરિકોની સુરક્ષા વધુ સુદ્રઢ થશે.

(3:43 PM IST)