News of Wednesday, 28th January 2026
રાજકોટ જિલ્લા ભાજપનું નવું સંગઠન માળખું જાહેર : ઉપપ્રમુખ, મહામંત્રી અને મંત્રી સહિતના હોદ્દેદારોની નિમણૂક સાથે સંગઠનને અપાયો નવો વેગ : જુઓ સંપૂર્ણ સૂચિ
પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની સૂચનાથી રાજકોટ ગ્રામ્ય સંગઠનમાં જ્ઞાતિ અને વિસ્તારના સમીકરણો સાધી ૨૧ મુખ્ય હોદ્દેદારો તેમજ વિવિધ મોરચાના પ્રમુખ - મહામંત્રીઓની વરણી કરવામાં આવી

રાજકોટ : ભારતીય જનતા પાર્ટી, રાજકોટ જિલ્લા (ગ્રામ્ય) દ્વારા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશના મોવડી મંડળ સાથેની ચર્ચા-વિચારણાના અંતે સંગઠનાત્મક નિમણૂંકોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ નિમણૂંકોમાં લોધિકા, ગોંડલ, ધોરાજી, ઉપલેટા, જસદણ અને જેતપુર સહિતના વિસ્તારોના પાયાના કાર્યકરોને સ્થાન આપવામાં આવ્યું છે.
મુખ્ય સંગઠનાત્મક નિમણૂંકો:
* ઉપપ્રમુખ: કાજલબેન સુધીરભાઈ ગોંડલીયા (લોધિકા), રીનાબેન ભોજાણી (ગોંડલ), રેખાબેન ડાભી (ધોરાજી), પ્રફુલભાઈ ટોળીયા (ગોંડલ), સુરેન્દ્રસિંહ ભરતસિંહ વાળા (જામકંડોરણા), જયેશભાઈ ત્રિવેદી (ઉપલેટા) અને મનોજભાઈ રાઠોડ (લોધિકા).
* મહામંત્રી: રાજુભાઈ બાલધા (ધોરાજી), નરેન્દ્રસિંહ જાડેજા (રાજકોટ તાલુકા), હરેશભાઈ હેરભા (જસદણ) અને રવિભાઈ માંકડિયા (ઉપલેટા).
* મંત્રી: ભારતીબેન વિનુભાઈ સાંકળીયા (વિછીંયા), સતીષભાઈ ભીમજીયાણી (જેતપુર), મુકેશભાઈ મેર (જસદણ), પ્રવીણભાઈ હેરમા (પડધરી), સુધાબેન બાબુલાલ ગોહેલ (જેતપુર), મનીષાબેન ચંદુભાઈ સંચાણીયા (કોટડાસાંગાણી), અનીતાબેન ચૌહાણ (ઉપલેટા) અને શૈલેષભાઈ અજાણી (રાજકોટ તાલુકા).
* કોષાધ્યક્ષ: મહેશભાઈ વાણીયા (જસદણ).
* કાર્યાલય મંત્રી: રાજેન્દ્રભાઈ ધારેયા (જસદણ).
વિવિધ વિભાગોની જવાબદારી:
* સોશીયલ મીડિયા વિભાગ: નિખિલભાઈ વડગામા (પડધરી).
* આઈ.ટી. વિભાગ: વિનોદભાઈ દક્ષિણી (રાજકોટ તાલુકા).
* મીડિયા વિભાગ: રાજુભાઈ ગોંડલીયા (રાજકોટ તાલુકા).
મોરચાના પ્રમુખ અને મહામંત્રીઓની યાદી:
* યુવા મોરચો: પ્રમુખ તરીકે દેવભાઈ કોરડીયા (રાજકોટ તા.) અને મહામંત્રી તરીકે કિશનભાઈ કુંભાર (ગોંડલ) તથા સુરજભાઈ ડેર (ઉપલેટા) ની વરણી કરાઈ છે.
* મહિલા મોરચો: પ્રમુખ પદે અનીતાબેન રૂપારેલીયા (જસદણ) અને મહામંત્રી તરીકે મોનાબા દિલીપસિંહ પરમાર (ગોંડલ) તથા પ્રવિણાબેન ચેતનભાઈ રાઠોડ (રાજકોટ તા.) ની નિમણૂક થઈ છે.
* કિસાન મોરચો: મયુરભાઈ શિંગાળા (ધોરાજી) પ્રમુખ બન્યા છે, જ્યારે મહામંત્રી તરીકે ડેનિષભાઈ હદવાણી (લોધિકા) અને અનીલભાઈ મકાણી (જસદણ) જવાબદારી સંભાળશે.
* બક્ષીપંચ (OBC) મોરચો: દેવરાજભાઈ સરવૈયા (વિછીંયા) પ્રમુખ તરીકે અને રમેશભાઈ ગર (ઉપલેટા) તથા ગોવિંદભાઈ કિહલા (રાજકોટ તા.) મહામંત્રી તરીકે નિયુક્ત થયા છે.
* અનુસૂચિત જાતિ (SC) મોરચો: નરોત્તમભાઈ પરમાર (રાજકોટ તા.) પ્રમુખ તરીકે અને બાલુભાઈ વિંઝુંડા (ધોરાજી) તથા જયભાઈ સાગઠીયા (લોધિકા) મહામંત્રી તરીકે સેવા આપશે.
* લઘુમતી મોરચો: અસલમભાઈ મલેક (રાજકોટ તા.) પ્રમુખ તરીકે અને શબીરભાઈ ગરાણા (ધોરાજી) તથા આબેદીનભાઈ હીરાણી (ગોંડલ) મહામંત્રી તરીકે વરણી પામ્યા છે.
આ નિમણૂંકોની નકલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીને રવાના કરવામાં આવી છે.
(8:03 PM IST)










