<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th January 2026

મેટોડા ગેઇટ-૩ પાસે ટ્રકે ઉલાળતાં હરિપરના રાજુભાઇ કશ્‍યપનું મોત

બકાલુ લેવા જતી વખતે બનાવઃ રાજકોટમાં સારવાર દરમિયાન દમ તોડી દીધોઃ બે પુત્રોએ પિતાની છત્રછાંયા ગુમાવી દીધીઃ પરિવારજનોમાં ગમગીની

રાજકોટ તા. ૨૯: મેટોડા જીઆઇડીસી નજીક જીવલેણ અકસ્‍માત સર્જાયો છે. જેમાં ટ્રકની ઠોકરે બાઇક ચડી જતાં બાઇકચાલક હરિપર પાળ ગામે રહેતાં યુવાનનું મોત થયું છે. બકાલુ લેવા માટે આ યુવાન નીકળ્‍યો ત્‍યારે અકસ્‍માત નડતાં ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.

જાણવા મળ્‍યા મુજબ હરિપર પાળ ગામે રહેતો રાજુભાઇ જવાહરીલાલ કશ્‍યપ (ઉ.વ.૩૭) નામનો યુવાન સાંજે સાડા આઠેક વાગ્‍યે બાઇક હંકારી પોતાની રૂમેથી બકાલુ લેવા જવા માટે નીકળ્‍યો હતો. આ દરમિાયન મેટોડા જીઆઇડીસી ગેઇટ-૩ નજીક પહોંચ્‍યો ત્‍યારે ટ્રકની ઠોકરે ચડી જતાં બાઇક સહિત રોડ પર ફેંકાઇ જતા ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારજનો, સાથી મજૂરોમાં શોક છવાઇ ગયો હતો.

મૃત્‍યુ પામનાર રાજુભાઇ કંપનીમાં કામ કરી ગુજરાન ચલાવતો હતો. તેને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. જેણે પિતાની છત્રછાંયા ગુમાવી હતી. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં મેટોડા પોલીસે કાર્યવાહી કરી હતી. અકસ્‍માત સર્જાતા ચાલક ટ્રક મુકીને ભાગી ગયો હતો. 

(11:48 AM IST)