હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આર્યા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શનિવારે ત્રિમૂર્તિ બાલાજી મંદિરે રક્તદાન કેમ્પ
ત્રિભુવનભાઇ કક્કડ (કચ્છ ખાવડાવાળા)ની તૃતિય પુણ્યતિથિ નિમિતે આયોજન : દરેક રક્તદાતાઓને ઇનામ, તુલસીના છોડ અપાશે : તબીબો પણ ઉપસ્થિત રહેશે

રાજકોટ : આર્યા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી ત્રિભુવનભાઇ ભીમજી કક્કડ (કચ્છ ખાવડાવાળા)ની તૃતીય પુણ્યતિથિ નિમિતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ થેલેસેમિયાગ્રસ્ત બાળકો તેમજ જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્તદાન કેમ્પ તા. ૩૧ શનિવારે, ૧પ૦ ફૂટ રીંગ રોડ પાસે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન પાસે, ત્રિમૂર્તિ બાલાજી મંદિર મુકામે, સાંજે ૬:૩૦ થી ૯:૩૦ કલાક દરમિયાન યોજાશે.
આયોજનમાં ટ્રસ્ટના પ્રમુખ ભાવનાબેન કક્કડ, ટ્રસ્ટીગણ રાજેન્દ્રકુમાર આર્ય, ડૉ. દેવભાઇ વિઠલાણી અને જોસનાબેન ઠક્કર જહેમત ઉઠાવી રહયા છે. રકતદાતાઓને પ્રોત્સાહક ઇનામ સાથે તુલસીનો છોડ અર્પણ કરવામાં આવશે. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે બ્રેસ્ટ ઓન્કો પ્લાસ્ટિક સર્જન ડૉ. અશ્વિનીબેન જસાણી મોદી, ડૉ. પાર્થ જસાણી, રોટરી કલબ ઓફ મેટ્રો, રાજકોટના પ્રમુખ સંજયભાઇ નિમાવત, ડૉ. હુસેનાબેન તેમજ કચ્છ ખાવડાવાળા સ્વીટસ એન્ડ નમકીનનો પરિવાર ઉપસ્થિત રહેશે. ત્રિમૂર્તિ બાલાજી મંદિરના ટ્રસ્ટીગણ તથા પ્રમુખ ભગીરથસિંહ જાડેજાનો સહયોગ મળેલ હોવાનું જણાવાયું છે. રકતદાન માટે ઇચ્છુક દાતાઓ મો. ૮ર૦૦૦૪ર૩૩૧ પર સંપર્ક કરી પોતાનું નામ નોંધાવી દેવું.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ડૉ. ભાવના કક્કડ (આર્યા ટ્રસ્ટ પ્રમુખ), ડૉ. દેવ વિઠ્ઠલાણી (ઉપપ્રમુખ), આશિષભાઇ કક્કડ (કચ્છ ખાવડાવાળા) અને ભગીરથસિંહ જાડેજા (ત્રિમૂર્તિ બાલાજી મંદિર) નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)










