હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ર૦રપના વર્ષમાં મહિલાઓના નામે ર૪ હજારથી વધૂ દસ્તાવેજો થયાઃ પ૭ કરોડની ફી માફી અપાઇ
રાજકોટ શહેર-જીલ્લામાં રપ૬૩ર મહિલાઓને લાભઃ સૌથી વધૂ માર્ચ-ર૦રપમાં ર૯ર૬ દસ્તાવેજ મહિલાના નામે થયા

રાજકોટ તા. ર૯: રાજ્યમાં મહિલા સશક્તિકરણ અને મિલકતમાં મહિલાઓની ભાગીદારી વધારવાના હેતુસર સરકાર દ્વારા આપવામાં આવતી ‘‘નોંધણી ફી માફી'' યોજનાનો વર્ષ ૨૦૨૫માં બહોળો પ્રતિસાદ જોવા મળ્યો છે. સબ રજીસ્ટ્રાર કચેરીમાંથી જાહેર થયેલા આંકડા મુજબ, વર્ષ ૨૦૨૫ દરમિયાન કુલ ૨૪,૧૨૬ દસ્તાવેજો માત્ર મહિલાઓના નામે અથવા તો જેમાં મહિલાઓનો સમાવેશ હોય તેવી રીતે નોંધાયા છે, જેમાં નોંધણી ફી માંથી મુક્તિ આપવામાં આવી છે.
એક જ વર્ષમાં ૨૫,૬૩૨ મહિલાઓને સીધો લાભ આંકડાકીય વિગતો પર નજર કરીએ તો, જાન્યુઆરીથી ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં કુલ ૨૫,૬૩૨ મહિલાઓએ આ યોજનાનો લાભ લીધો છે. આ આંકડો દર્શાવે છે કે હવે પરિવારો પણ મિલકત ખરીદતી વખતે ઘરની લક્ષ્મી એટલે કે મહિલાઓના નામે મિલકત ખરીદવા માટે પ્રોત્સાહિત થઈ રહ્યા છે, એક વર્ષમાં કુલ પ૭ કરોડ ૭૧ લાખથી વધુની રકમ મહિલાઓને નોંધણી ફીની અપાઇ હતી.
માર્ચ મહિનામાં સૌથી વધુ દસ્તાવેજોની નોંધણી વર્ષ દરમિયાન થયેલ નોંધણી પર નજર કરીએ તો, નાણાકીય વર્ષના અંતિમ મહિના એટલે કે માર્ચ-૨૦૨૫માં સૌથી વધુ ૨,૭૩૨ દસ્તાવેજો નોંધાયા હતા, જેમાં ૨,૯૨૬ મહિલાઓને ફી માફીનો લાભ મળ્યો હતો. તહેવારોની મોસમ હોવા છતાં, મે અને નવેમ્બર મહિનામાં પણ નોંધપાત્ર આંકડા જોવા મળ્યા છે.











