હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 29th January 2026
આંખ દેખાડવા દવાખાને લઇ જા પૈસા હું આપીશ કહેતાં વૃધ્ધને પુત્રએ ફટકાર્યા
૭૫ વર્ર્ષના ત્રિકમભાઇ સવનીયા સારવાર હેઠળઃ રૈયાના સંકલ્પ સિધ્ધ એપાર્ટમેન્ટનો બનાવઃ પુત્રવધુએ પણ મારકુટ કર્યાનો આક્ષેપઃ વૃધ્ધ સારવાર માટે દાખલ થયા

રાજકોટ તા. ૨૯: રૈયા ગામ સંકલ્પ સિધ્ધ એપાર્ટમેન્ટ-૪૦૧ ખાતે રહેતાં ત્રિકમભાઇ દેવશીભાઇ સવનીયા (ઉ.વ.૭૫) નામના વૃધ્ધને સવારે તેના દિકરા અભય અને દિકરાની પત્નિ ભારતીબેને મળી લાકડાના પાટીયાથી માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.
ત્રિકમભાઇના કહેવા મુજબ તેને સંતાનમાં બે દિકરા છે. જેમાં મોટો દિકરો અગાઉ જેતપુર ક્રિકેટ રમવા જતો હતો ત્યારે અકસ્માતમાં મૃત્યુ થયું હતું. હાલ તે નાના દિકરા અભય સાથે રહે છે. તે મોટાર રિવાઇન્ડીંગનું કામ કરે છે. ત્રિકમભાઇએ વધુમાં કહ્યું હતું કે મને હાલમાં આંખે ઓછુ દેખાતુ હોઇ જેથી આંખની હોસ્પિટલે બતાવવા જવું હતું. મેં દિકરાને હોસ્પિટલે લઇ જા, પૈસા હું આપીશ તેમ કહેતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને મારકુટ કરી હતી. પોલીસે આ અંગે જરૂરી કાર્યવાહી કરી હતી.
(3:04 PM IST)










