<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th January 2026

મોબાઇલમાં આઇ.ડી. પર ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો જયેશ ઉર્ફે જેકી પકડાયો

હેમુગઢવી હોલ પાસે દરોડોઃ ક્રાઇમ બ્રાંચના હેડ કોન્‍સ ઉમેશભાઇ ચાવડાની બાતમી

રાજકોટ, તા. ર૯: ટાગોર માર્ગ પર હેમુગઢવી હોલ પાસે ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે દરોડો પાડી મોબાઇલ ફોનમાં આઇ.ડી. પર ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા શખ્‍સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ ટાગોર માર્ગ પર હેમુગઢવી હોલ પાસે એક શખ્‍સ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો હોવાની ક્રાઇમ બ્રાંચના હેડ કોન્‍સ ઉમેશભાઇ ચાવડાને બાતમી મળતા એ.એસ.આઇ. અનીલભાઇ સોનારા, હેડ કોન્‍સ ઉમેશભાઇ ચાવડા, કનકસિંહ તથા કોન્‍સ હરપાલસિંહ જાડેજા સહિતે દરોડો પાડી હેમુગઢવી હોલ પાસે મોબાઇલ ફોનમાં આઇ.ડી. પર ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો જયેશ ઉર્ફે જેકી જગદીશભાઇ મેઘાણી (ઉ.વ. ૩૧) (રહે. મોચીબજારની બાજુમા દાણાપીઠ જુનાગઢનો ઉતારો) ને પકડી લઇ મોબાઇલ ફોન કબ્‍જે કર્યો હતો.(

(3:56 PM IST)