હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 29th January 2026
રાણી ટાવર પાસે ફલેટમાં પગથીયા પરથી પડી જતા વૃધ્ધાનું મોત
શારદાબેને ખાનગી હોસ્પિટલમાં દમ તોડી દીધો

રાજકોટઃતા.ર૯, કાલાવડ રોડ પર રાણીટાવર પાસે કલાનિકેતન એપાર્ટમેન્ટના ફલેટમાં રહેતા વૃધ્ધા પોતાના ઘરે ઉભા થવા જતા સ્લીપ થઇ પડી જતા તેનેઇજા થતાં તેનું ખાનગી હોસ્પિટલમાં મોત નિપજયુ હતું .
મળતી વિગત મુજબ રાણીટાવર પાસે કલાનિકેતન એપાર્ટમેન્ટમાં ફલેટ નં. ૩૦ર માં રહેતા શારદાબેન કરશનભાઇ માવાણીયા (ઉ.વ. ૮ર) ગઇકાલે પોતાના ઘરે હતા, ત્યારે ઉભા થવા જતા પગ સ્લીપ થતાં પડી જતા તેને ડાબા હાથ તથા પગમાં ઇજા થઇ હતી. બાદ તેને સારવાર માટે સિનર્જી હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના પીએસ.આઇ. એમ.એમ.મહારાજે કાર્યવાહી કરી હતી.
(3:35 PM IST)










