<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th January 2026

રવિ-સોમ ગીરના વન્‍યજીવ આધારીત ફોટોગ્રાફી પ્રદર્શન

ફોટોગ્રાફર અજીત ભટ્ટે કંડારેલી પક્ષીઓ, પ્રાણીઓ, વનસ્‍પતિની ૬૦ તસ્‍વીરોનું પ્રદર્શનઃ પ્રકૃતિ પ્રેમીઓ, ફોટોગ્રાફીના શોખીનોને જાહેર આમંત્રણ

રાજકોટઃ ગીરના વન્‍યજીવ આધારિત ફોટોગ્રાફી પ્રદર્શન બે દિવસ યોજાએલ છે.પ્રાકૃતિક સંપદાથી ભરપૂર એવા ગીર અને ગિરનારનો વિસ્‍તાર તેના જૈવિક વૈવિષ્‍ય માટે જાણીતો છે. અહી વનસ્‍પતિઓ, પક્ષીઓ અને વન્‍ય પ્રાણીઓ ને જોવા તે આ લ્‍હાવો છે.

આ તકે ધારીમાં વસવાટ કરનાર વન્‍ય જીવ ફોટોગ્રાફર અજીતભાઈ ભટ્ટે ઝડપી, દાયકાઓ સુધી ગીર ભ્રમણ કરી તેના પરિસરની અનુભૂતિ કરી સાથે સાથે ગીર વન્‍ય જીવોના સંરક્ષણ માટે લોક જાગળતિ કેળવી. પ્રાકળતિક શિક્ષણ શિબિરો માં રિસોર્સ પર્સન તરીકે સેવા આપી અસંખ્‍ય વિદ્યાર્થીઓમાં ગીર ના પર્યાવરણ અંગે સમાજ આપી.

  અજીતભાઈ એ કેમેરા માં કંડારેલ કેટલીક વન્‍યજીવો ની તસવીરો નું પ્રદર્શન શ્‍યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી રેસકોર્ષ રાજકોટ ખાતે તા. ૦૧/૦૨ ફેબ્રુઆરી  ના રોજ યોજાઇ રહ્યું છે.

જેનું ઉદઘાટન ગુજરાત ટુરિઝમના પૂર્વ અધ્‍યક્ષ અને ભાજપ પ્રવકતા રાજુભાઇ ધ્રુવ ના હસ્‍તે થશે. સવાર ના ૯ થી સાંજ ના ૭ સુધી તે નિહાળવા વિદ્યાર્થીઓ, પ્રકળતિ પ્રેમીઓ, ફોટોગ્રાફી ના શોખીનો તેમજ પ્રજાજનોને  આમંત્રણ અપાયું છે.

 આજની ભાગદોડ ભરી જિંદગીમાં લોકો પ્રકળતિથી દૂર જઈ રહ્યા છે, આ પ્રદર્શન નો મુખ્‍ય હેતુ વન્‍યજીવ સંરક્ષણ અને પ્રકળતિ પ્રત્‍યે લોકો માં જાગળતિ લાવવા નો છે. ઉપરાંત જંગલની સુંદરતા લોકો સુધી પહોંચાડવા માંગીએ છીએ જેથી વન્‍યજીવો ના જતન માટે નવી પેઢી પ્રેરિત થાય. તેમ જણાવાયું હતું.

તસ્‍વીરમાં અજીતભાઇ ભટ્ટ મો. ૯૪૨૭૨ ૩૩૩૮૯ અને વી.ડી. બાલા નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા) 

(3:56 PM IST)