હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
‘સાયક્લોમાઇલ્સ-૭૭ કિ.મી. સાઇકલિંગ'માં ૯૦થી વધુ સાયકલીસ્ટ્સ જોડાયા

રાજકોટ : રાજકોટ સાઇકલ ક્લબ દ્વારા આયોજિત ‘સાયક્લોમાઇલ્સ - ૭૭ કિ.મી. સાઇકલિંગ' કાર્યક્રમ પ્રજાસત્તાક પર્વે યોજાઇ જતા ૯૦થી વધુ સાઇકલિસ્ટ્સે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તમામ ભાગ લેનારાઓએ ૭૭ કિ.મી.ની રાઇડ સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. આ ઇવેન્ટનો ફ્લેગ ઓફ મુખ્ય મહેમાન ભારતભાઈ ઘોડાસરા (અગ્રણી ઉદ્યોગપતિ) સાથે વત્સલ પરસાણિયા (એનએચએઆઇ), યોગેશ જાની (૧૦૮ એમ્બ્યુલન્સ ટીમ), આર. એસ. પરમાર (રાજકોટ પોલીસ) તથા જિગ્નેશ કામદાર (પ્રેસિડેન્ટ, રોટરી મિડટાઉન લાઇબ્રેરી)ના હસ્તે કરવામાં આવ્યો. આ ઇવેન્ટ માટે રોટરી મિડટાઉન લાઇબ્રેરીનો મહત્વપૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો હતો. આ ઇવેન્ટને સફળ બનાવવા માટે રાજકોટ સિટી પોલીસ, રાજકોટ રૂરલ પોલીસ, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એનએચએઆઇ) તથા ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમ તરફથી ઉત્તમ સહકાર મળ્યો હતો. રાઇડ પૂર્ણ થયા બાદ તમામ ભાગ લેનારાઓને ફિનિશર મેડલથી સન્માનિત કરવામાં આવેલ. તેમજ નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રોટરી ક્લબ ઓફ રાજકોટ મિડટાઉન તથા રાજકોટ સાઇકલ ક્લબના સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી.










