<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

જન્‍મ-મરણનો જુનો ડેટા તાત્‍કાલીક નવા પોર્ટલ પર ટ્રાન્‍સફર કરો

મનપાએ સરકારમાં ધોકો પછાડયો : અરજદારો હેરાન પરેશાનઃ સરકારના આરોગ્‍ય વિભાગમાં પત્ર પાઠવી સમસ્‍યા હલ કરવા માંગ

રાજકોટ, તા.૩૦: મહાનગરપાલિકાના જન્‍મ-મરણ વિભાગમાં છેલ્લા છ માસથી આધાધૂંધી સર્જાય છે. કેન્‍દ્ર સરકારના સીઆરએસ પોર્ટલ પર જૂના ડેટા તબદીલ ન થતા ૨૦૨૦ પહેલાના લાખો અરજદારોના જન્‍મ-મરણના દાખલાઓનું કામ અટકી જતા દેકારો બોલી ગયો છે. દરોજ આવતા હજારો અરજદારો દ્વારા અનેક વખત એક જ પોર્ટલ કાર્યરત કરવામાં આવે તેવી ફરિયાદો કરતા ગઇકાલે ગાંધીનગર ખાતે મ્‍યુનિ.કમિશનરે રજિસ્‍ટ્રેશન સીસ્‍ટમ પોર્ટલમાં આવતી ક્ષતિઓના નિવારણ માટે ગાંધીનગર ખાતે આરોગ્‍ય વિભાગમાં પત્ર પાઠવી રજૂઆત કરી હતી.

ગાંધીનગર ખાતે ગઇકાલે મનપાના પદાધિકારીઓ અને મ્‍યુનિ.કમિશનર બજેટ સહિતની ચર્ચા માટે મુખયમંત્રી સાથે મુલાકાત કરી હતી. તે દરમિયાન છેલ્લા છ માસથી જન્‍મ-મરણના પોર્ટલમાં થયેલ ક્ષતિ અંગે લેખિતમાં રજૂઆત કરી જણાવેલ કે, આમ ઘણાજ કિસ્‍સાઓને લઇને લોકો પરેશાન થાય છે. મહાનગરપાલિકાનો સંપુર્ણ રાજ્‍ય સરકારના પોર્ટલ અથવા તો કેન્‍દ્ર સરકારના પોર્ટલમાં તાત્‍કાલીક ટ્રાન્‍સફર કરવો જરૂૂરી છે. આ માટે મહાનગરપાલિકાની આઇ.ટીની ટીમ દ્વારા તમામને એક્‍સેલમાં તૈયાર કરી આપવા યોગ્‍ય છે.

મહાનગરપાલિકામાં અગાઉ જન્‍મ મરણની તમામ કામગીરી વોર્ડ વાઇઝ થતી હતી. પરંતુ પોર્ટલમાં શહેરના આરોગ્‍ય અધિકારીના યુઝર તૈયાર થયેલ ન હોય, તેની નીચે જે ઓપરેટર બનાવવાના છે કે જે યુઝર શહેરના તમામ ઝોનની અરજીઓ સ્‍વીકારી શકે તે બાબતના યુઝર તૈયાર કરી શકાતા નથી જેના કારણે હાલ તમામ નાગરીકો એકજ કચેરી ખાતે આવી અને લાઇનો માં બેસે છે અને તે કામગીરી ખુબજ ધીમી થાય છે જેના કારણે અવારનવાર આ બાબતે અહેવાલો પ્રસીધ્‍ધ કરે છે જેથી સારી કામગીરી હોવા છતા તમામ કામગીરી વખોડાઇ રહી છે આમ આરોગ્‍ય અધિકારીના યુઝર તાત્‍કાલીક તૈયાર કરાવી આપવા જણાવ્‍યુ છે.

(3:26 PM IST)