<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

કાલે ૯૦ના દશકના સુપરહીટ ગીતો ગુંજશેઃ શિવા ફ્રેન્‍ડઝ મ્‍યુઝીકલ ગ્રુપનો કરાઓકે સંગીતનો કાર્યક્રમ

૧ર ગાયકો ૩ર જેટલા ગીતો રજૂ કરશે, સંગીત પ્રેમીઓને જાહેર આમંત્રણ

રાજકોટઃ ધ્‍યાનવીબેન શુકલ પ્રેરિત અને હેમલભાઇ શુકલના સહયોગથી શિવા ફ્રેન્‍ડઝ મ્‍યુઝિકલ ગ્રુપ રાજકોટ દ્વારા તેમના અગાઉના પ્રોગ્રામ એ.આર.રહેમાન સ્‍પેશિયલ, સોનુ-અનિજિત સ્‍પેશિયલ તેમજ કે ફોર કુમારની સફળતા બાદ તા. ૩૧ શનિવારના રોજ રાજકોટ ઇન્‍જિનિયરીંગ અએસોસિએશન હોલ ખાતે સાંજે પઃ૩૦ કલાકેથી રાત્રે ૯:૩૦ વાગ્‍યા સુધી તેઓ ‘‘૯૦ દશકના સુપર હીટ ગીતો''શિર્ષક હેઠળ સુમધુર અને લોકપ્રિય ગીતોનો કરાઓકે ટ્રેક પર કાર્યક્રમ યોજાશે. કુલ ૧ર ગાયકો  ૩ર જેટલા ગીતો પીરસશે.

જેમાં ઓર્ગનાઇઝર તેમજ સિંગર ધ્‍યાનવીબેન શુકલ સાથે અન્‍ય સિંગરો ફાલ્‍ગુનીબેન જોશી, કિરણબેન ઝાલા, સંજયભાઇ ઝાલા, હિરેનભાઇ રાવલ, ધવલભાઇ થાનકી, અમિતભાઇ કટેશિયા, કરન શુકલ અને હર્ષલ ભટ્ટ ઉપરાંત ગેસ્‍ટ સિંગર્સ તરીકે દિપકભાઇ રાવલ, હિતાર્થ રાવલ, અનુજ પંડયા તથા ઉદયભાઇ વિસાણી પોતાની સર્વોત્તમ પસંદગી રજૂ કરવાના છે. કાર્યક્રમનું મંચ સંચાલન દિપકભાઇ રાવલ કરશે. સાઉન્‍ડ સીસ્‍ટમની કમાન શંકર સાઉન્‍ડને સોપાઇ છે. વિના મૂલ્‍યે કાર્યક્રમ હોય સંગીતપ્રેમીઓને જાહેર આમંત્રણ અપાયું છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(10:58 AM IST)