<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

રવિવારે રાજકોટમાં ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિના સમુહલગ્ન

૨૨ નવયુગલો પ્રભુતામાં પગલા પાડશે, દીકરીઓને કરીયાવરમાં ૧૦૦ વસ્‍તુઓ અપાશે

રાજકોટઃ શ્રી રાજકોટ ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા તા.૦૧ ફેબ્રુઆરી રવિવારે (ગૌધુલીક સમયે) સાંજે નીલેશભાઈ શિયાણીનો વંડો, કર્ણાવતી સ્‍કુલની પાછળ, એ.ડી.બી. શોટલ સામે, સાધુવાસવાણી કુંજ રોડ પાસે, રેલનગર, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ-મોરબી બાયપાસ રાજકોટ ખાતે ૪૦મો સમુહલગ્ન ભવ્‍ય રીતે યોજાશે. જેમાં ૨૨ નવયુગલો પ્રભુતામાં પગલા માંડશે.

આ પાવન પ્રસંગે કન્‍યાઓને આર્શીવચન આપવા સતારધામ/ પીપળીયાધામ/ નકલંકધામ/ પાદરીયાધામ થી સંતો-મહંતોની રૂડી પધરામણી થશે. આ સમુહલગ્નમાં કન્‍યાઓને કુલ ૧૦૦ જેટલી કરીયાવરની ઘર વપરાશની ચીજ વસ્‍તુઓ દાતાઓ તરફથી આપવામાં આવી હોવાનું યાદીમાં જણાવાયું છે. ૧૩ થી ૧૫ હજાર જેટલા જ્ઞાતિજનો ભોજનનો લાભ લેશે. જેમાં દાતા રવિભાઈ માધુભાઈ ઉપરાનો સહયોગ મળેલ હોવાનું જણાવાયું છે.

આયોજનને સફળ બનાવવા ટ્રસ્‍ટી પ્રમુખ ઈશ્‍વરભાઈ ઘાટલીયા, મંત્રી મનસુખભાઈ ગોહેલ, પ્રમુખ મનસુખભાઈ તલસાણીયા, મંત્રી સુરેશભાઈ ચૌહાણ, ભાવેશભાઈ  ઝંઝુવાડીયા, બળવંતભાઈ હળવદીયા, મહેન્‍દ્રભાઈ મછોયા વિ.જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ વિગત માટે (મો.૯૮૨૪૨ ૭૩૦૦૭) ઉપર સંપર્ક કરી શકાય છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા) 

(2:12 PM IST)