<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

પુરૂષોત્તમ માસ નિમિતે ગંગા સ્‍વરૂપ માતાઓ માટે હરિદ્વારમાં વિના મુલ્‍યે ભાગવત કથા

પ્રગટ ચેરીટેબલ ટ્રસ્‍ટનું આયોજન : તા. ૧ રવિવારથી ફોર્મ વિતરણ

રાજકોટ : પુરૂષોત્તમ માસ નિમિતે શ્રી પ્રગટ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા શ્રી મથુરાદાસ નરભેરામ પારેખ ચેરીટેબલ ટ્રસ્‍ટના આર્થિક સહયોગથી ગંગા સ્‍વરૂપ માતાઓના પિતૃઓના મોક્ષાર્થે તા. ૧૧.૦પ.ર૦ર૬ થી ર૧.૦પ.ર૦ર૬ સુધી હરિદ્વાર, ગંગા કિનારે ૧૦૮ પોથી શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું વિના મુલ્‍યે આયોજન કરવામાં આવ્‍યું છે. આ ભાગવત સપ્તાહના વ્‍યસાસને શાષાી રમેશભાઇ એમ. જોષી કથાનું રસપાન કરાવશે.

આ ભાગવત સપ્તાહના મુખ્‍ય યજમાન પદે (૧) સ્‍વ. બીપીનભાઇ દામોદરભાઇ પલાણ પરિવાર (ર) સ્‍વ. દિપકભાઇ મનસુખભાઇ શેઠ પરિવાર (૩) સ્‍વ. જયેશભાઇ અમૃતલાલ ચાવડા પરિવાર (૪) સ્‍વ. ક્રિના અતુલભાઇ કારીયા પરિવાર (પ) સ્‍વ. રણજીતસિંહ નટવરસિંહ ચૌહાણ પરિવાર બીરાજશે.

આ ભાગવત સપ્તાહ એકતા ભવન, ર૦ બી ભીમગોડા, હરિદ્વાર ખાતે રાખવામાં આવેલ છે. આ યાત્રામાં સામેલ થનાર માતાઓને રેલ્‍વે સ્‍લીપર કલાસમાં લઇ જવામાં આવશે તેમ જણાવ્‍યું છે. કથાનો સમય સવારે ૯ થી ૧ ત્‍યારબાદ બપોર પછી દેવ દર્શન અને ધાર્મિક સ્‍થળોની મુલાકાત અને સાંજે ગંગા આરતીમાં પણ લઇ જવામાં આવશે.

આ યાત્રામાં સામેલ થનાર ખીચડી કેન્‍દ્રની ગંગાસ્‍વરૂપ માતાઓએ તા. ર૦.૦ર.ર૦ર૬ સુધીમાં ફોર્મ સાથે ખીચડી કાર્ડની ઝેરોક્ષ, આધાર કાર્ડની ઝેરોક્ષ, એક પાસપોર્ટ સાઈઝનો ફોટો ફોર્મ ભરીને સંસ્‍થાના કાર્યાલયે જમા કરાવી જવું. વધુ માહિતી માટે સંસ્‍થાના પ્રમુખ જગદીશભાઇ ભટ્ટ મો. ૯૯રપ૦૧૭૮૮૮ નો સંપર્ક કરવો.

તસ્‍વીરમાં સંસ્‍થાના પ્રમુખ જગદીશભાઇ ભટ્ટ, શાસ્ત્રી રમેશભાઇ એમ. જોષી, વોર્ડ નં. ૧૪ ના યુવા ભાજપ પ્રમુખ કશ્‍યપભાઇ ભટ્ટ, ચિંતનભાઇ રાચ્‍છ નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(2:21 PM IST)