<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

તું કેમ અહિથી નીકળે છે? ભગવતીપરામાં સરફરાજભાઇ જુણેજાને બે શખ્‍સે ગાળો દઇ ધોકાથી હાથ ભાંગી નાંખ્‍યો

યુવાને મારી સોસાયટીનો રસ્‍તો છે તેવું કહેતાં-હવે પછી સામે બોલીશ તો જાનથી મારી નાંખશું તેવી ધમકી દીધીઃ એજાદ અને અજાણ્‍યા વિરૂધ્‍ધ બી-ડિવીઝનમાં ગુનો નોંધાયો

રાજકોટ તા. ૩૦: શહેરના ભગવતીપરામાં રહેતાં યુવાનને તે દિકરાને સ્‍કૂલે મુકીને ઘરે જતો હતો ત્‍યારે સોસાયટીના ખુણે બે શખ્‍સે ગાળો દઇ અહિથી કેમ નીકળે છે? કહી એક શખ્‍સે પકડી રાખી બીજાએ લાકડાનો ધોકો ફટકારી હાથ ભાંગી નાંખી હવે પછી સામે બોલીશ તો જાનથી મારી નાંખશું કહી ધમકી આપતાં પોલીસે કાર્યવાહી કરી છે. આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે ભગવતીપરા અયોધ્‍યા પાર્ક-૨માં રહેતાં સરફરાજભાઇ સુલેમાનભાઇ જુણેજા (ઉ.વ.૩૭)ની ફરિયાદ પરથી એજાદ દાઉદભાઇ મુડદે અને અજાણ્‍યા સામે ગુનો નોંધ્‍યો છે.

સરફરાજભાઇએ જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને એલ્‍યુમિનીયમ બારીનો વેપારી કરુ છું. ૨૧/૧ના સવારે સાડા આઠેક વાગ્‍યાની આસપાસ હું મારા ૭ વર્ષના દિકરાને મોડર્ન સ્‍કૂલે મુકીને પરત મારા ઘરે જતો હતો તે દરમ્‍યાન અયોધ્‍યા પાર્ક શેરીના ખુણે પહોચતા ત્‍યા એજાદ દાઉદભાઈ મુડદે તથા તેની સાથે એક અજાણ્‍યો શખ્‍સ એક સફેદ કલરનુ એક્‍સેસ નંબર જીજે૨૭ડીઝેડ-૦૨૩૮ લઇને ઉભા હતાં.

હું ત્‍યાંથી નીકળતાં એઝાદ મને અચાનક ગાળો આપવા લાગેલ અને કહેલ કે તુ અહીંથી કેમ નીકળે છે? જેથી મે તેને કહેલ કે આ અમારી સોસાયટીની શેરી છે અને હું મારા ઘરે જાવ છું. આ સાંભળી એઝાદની સાથે રહેલા શખ્‍સે મને પાછળથી પકડી રાખેલ અને આ એજાદે તેના હાથમા રહેલ લાકડાનો ધોકો મારા ડાબા હાથમા મારી દીધો હતો. હું બચવા માટે સોસાયટી અંદર ભાગી ગયો હતો.

એજાદ ધોકો લઇ મારી પાછળ દોડયો હતો. પરંતુ લોકો ભેગા થઇ જતાં તે અને સાથેનો શખ્‍સ ભાગી ગયા હતાં. જતાં જતાં  પણ મને ધમકી આપી હતી કે આ વખતે તો તું બચી ગયો છો, હવે પછી સામે બોલીશ તો મારી જ નાંખશું. મને હાથમાં વધારે દુઃખાવો થતો હોઇ જેથી સારવાર માટે સરકારી હોસ્‍પિટલમાં દાખલ થયો હતો. અહિ  ડોક્‍ટરે નિદાન કરી મારા હાથમાં ફ્રેકચર હોવાનું કહ્યું હતું અને પ્‍લાસ્‍ટર પાટો બાં૦ધી દીધો હતો.

બાદમાં રજા અપાતાં મેં ફરિયાદ નોંધાવી હતી. તેમ વધુમાં સરફરાજભાઇએ કહેતાં બી-ડિવીઝન પીઆઇ એસ. એસ. રાણેની રાહબરીમાં હેડકોન્‍સ. વાય. એન. મકવાણાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(2:29 PM IST)