<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

પતિના આડાસંબંધ અને સાસુનો અનહદ ત્રાસ સહન ન થતાં ગુડ્ડીબેને થઇ હતી મરવા મજબૂર!

કોઠારીયા રોડ ઓમ રેસીડેન્‍સીમાં ચાર મહિના પહેલા પરિણીતાએ ઝેર પી આપી દીધો હતો જીવ મૃતકના ભાઇ અનિલ ચોૈહાણની ફરિયાદ પરથી તેણીના પતિ રાજદિપ, સાસુ ભાનુબેન સામે આજીડેમ પોલીસે ગુનો દાખલ કર્યો પતિને બીજી સાથે લફરૂ હતું, સાસુ રૂમમાં પુરી રાખી સમયસર જમવા પણ આપતી નહિ!

રાજકોટ તા. ૩૦: કોઠારીયા રોડ ઓમ રેસીડેન્‍સીમાં રહેતી ગુડ્ડી નામની પરિણીતાએ ચાર મહિના પહેલા ઝેર પીને આપઘાત કર્યાના બનાવમાં પતિના આડાસંબંધ અને સાસુનો ત્રાસ કારણભુત હોવાના આક્ષેપો સાથે તેણીના ભાઇએ ફરિયાદ દાખલ કરાવી છે. તેણીને સાસુ રૂમમાં પુરી રાખી જમવાનું પણ સમયસર આપતી નહિ હોઇ ત્રાસી જઇ તેણી મરવા મજબૂર થયાનું જણાવાયું છે.

આ બનાવમાં આજીડેમ પોલીસે નવા ૧૫૦ ફુટ રીંગ રોડ પર અટલ સરોવર સામે પીન્‍ટુભાઇ જાડેજાની વાડીમાં રહી મજુરી કરતાં મુળ ચોટીલાના ચીરોડાના વતની અનિલ રતાભાઇ ચોૈહાણ (ઉ.વ.૨૦)ની ફરિયાદ પરથી આપઘાત કરનાર અનિલના બહેન ગુડ્ડીબેનના પતિ રાજદિપ રતિલાલ જતાપરા અને સાસુ ભાનુબેન રતિલાલ જતાપરા વિરૂધ્‍ધ ત્રાસ આપી ગુડ્ડીબેનને મરવા મજબૂર કર્યાનો ગુનો નોંધ્‍યો છે.

અનિલ ચોૈહાણે જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહી ખેત મજુરી કરુ છું. મારા પિતા રતાભાઇ અને માતા કંચનબેન પણ ખેત મજૂરી કરે છે. મારે ચાર બહેનો છે. જેમાં સોૈથી નાની બહેન ગુડ્ડીના લગ્ન ૪/૩/૨૪ના રોજ રાજકોટ કોઠારીયા રોડ બીલ્લપત્ર પાર્ટી પ્‍લોટ સામે ઓમ રેસીડેન્‍સીમાં રહેતાં રાજદિપ જતાપરા સાથે થયા હતાં. તા. ૩/૯/૨૫ના રોજ હું, મારા માતા-પિતા સહિતના ઘરે હતાં ત્‍યારે સવારે સાડા નવેક વાગ્‍યે બનેવી રાજદિપ જતાપરાએ મને ફોન કરી કહેલું કે-તારી બહેન રૂમનો દરવાજો  ખોલતી નથી, તમે તેને ફોન કરો કે દરવાજો ખોલે. આ પછી મેં મારી બહેનને ફોન કર્યો હતો પણ ફોન રિસીવ થયો નહોતો. આ પછી મારી મોટી બહેન પૂજાબેને પણ ફોન કર્યો હતો પણ રિસીવ થયો નહોતો.

ત્‍યાં થોડીવાર બાદ મારા બનેવીનો ફરીથી ફોન આવ્‍યો હતો અને કહ્યું હતું કે-દરવાજો તોડી નાંખ્‍યો છે, તમે જલ્‍દી અહિ આવો. જેથી હું મારા મમ્‍મી, પપ્‍પા, શેઠ પીન્‍ુટભાઇ બધા બહેન ગુડ્ડીના ઘરે જવા નીકળ્‍યા હતાં. ત્‍યાં જઇ જોતાં મારી બહેન પલંગ પર સુતેલી હાલતમાં અને બેભાન હાલતમાં હતની. ૧૦૮ના ડોક્‍ટરે તેને મૃત જાહેર કરી હતી. મારી બહેને ઝેરી દવા પી લીધાનું પોસ્‍ટમોર્ટમમાં ખુલ્‍યું હતું.

મારી બહેન ગુડ્ડીએ આપઘાત કર્યો તેની પાછળનું કારણ એ છે કે તેણીના લગ્ન પછી થોડા જ સમયમાં સાુ ભાનુબેન ઘરકામ સહિતની વાતે સતત મેણાટોણા મારતાં હતાં. બહેનને એક જ રૂમમાં પુરીને રાખતા હતાં અને સમયસર જમવાનું પણ આપતા નહોતાં. તેણીના પતિ રાજદિપને અન્‍યસ્ત્રી સાથે આડાસંબંધ હતાં, મારી બહેન તેનો વિરોધ કરતી તો પતિ ઉશ્‍કેરાઇને ઝઘડા કરતો હતો. સાસુ અને પતિ સતત માનસિક શારીરિક ત્રાસ આપતાં હોઇ તેની જાણ બહેન અમારી ઘરે આવતી ત્‍યારે કરતી હતી. પણ બહેનનું ઘર સારી રીતે ચાલે એ માટે સમજાવીને અમે તેને પરત મોકલતાં હતાં. જો કે બહેનથી આ બંનેનો ત્રાસ સહન ન થતાં તે મરી જવા મજબૂર થઇ હતી અને ઝેર પી આપઘાત કર્યો હતો. તેમ વધુમાં અનિલ ચોૈહાણે કહેતાં આજીડેમ પોલીસ સ્‍ટેશનના પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ પી. એચ. પઢેરીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(3:23 PM IST)