હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM

રાજકોટ, મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ-૨૦૨૧ અન્વયે ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની તથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાંઆવી હતી. જે અન્વયે ત્રણેય ઝોનમાંથી ૧૧.૮૦૦ કિગ્રા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી કુલ ૯૧ દુકાનધારકો પાસેથી રૂ.૨૭૬૦૦ નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત કામગીરી મ્યુનિસિપલ કમિશનરની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરશ્રીના સુપરવિઝનમાં આસી. ૫ર્યાવરણ ઇજનેર સેનીટેશન ઓફિસર હાજરીમાં સેનેટરી ઇન્સ્પેકટર સેનેટરી સબ ઇન્સ્પેકટર દ્રારા કરવામાં આવેલ.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM