<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

પતિના મૃત્‍યુના એક મહિના બાદ નવલનગરના રમીલાબેન ગોંડલીયાનું પણ મોતઃ પરિવારમાં શોક

 

રાજકોટ તા. ૩૦: નવલનગર શેરી નં. ૩ સ્‍વામિનારાયણ ચોકમાં રહેતાં રમીલાબેન માધુભાઇ ગોંડલીયા (ઉ.વ.૬૫) નામના વૃધ્‍ધાને છાતીમાં દુઃખાવો થતાં ત્રણ દિવસ પહેલા ખાનગી હોસ્‍પિટલમાં દાખલ કરવામાં  આવતાં એન્‍જીયોગ્રાફી કરી સ્‍ટેન્‍ટ બેસાડાયુ હતું. દરમિયાન સવારે તેઓ બેભાન થઇ જતાં સારવાર દરમિયાન મોત થયું હતું. તેમના પતિનું પણ એક મહિના પહેલા જ મૃત્‍યુ થયુ હતું.

બનાવની જાણ થતાં માલવીયાનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતકને સંતાનમાં બે દિકરા છે. તેમના પતિનું એક મહિના પહેલા જ અવસાન થયું હતું. રમીલાબેનના મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહનું પોસ્‍ટમોર્ટમ કરાવાયુ હતું. બનાવથી પરિવારમાં શોક વ્‍યાપી ગયો હતો. ગોંડલીયા પરિવારે એક મહિનામાં જ માતા-પિતા બંનેને ગુમાવી દીધા હતા.

(3:21 PM IST)