<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

બજરંગવાડીમાં હજામતના બાકી નાણા માંગતા લાલજીભાઇ પર ઇકબાલનો હુમલો

તું ઘરે પૈસા લેવા કેમ આવ્‍યો? કહી દૂકાને આવી મારામારી કરી

રાજકોટ તા. ૩૦: પડધરીના ન્‍યારા ગામે રહેતાં લાલજીભાઇ ભુરાભાઇ સોલંકી (ઉ.વ.૭૫) નામના વૃધ્‍ધ બજરંગવાડી પોલીસ ચોકી સામે વૈશાલી વે-બ્રીજ પાસે ઉમેશ હેર ડ્રેસર નામની પોતાની દૂકાને હતાં ત્‍યારે ઇકબાલ નામના શખ્‍સે ઝઘડો કરી ઢીકાપાટુ અને પાણકાથી ઇજા કરતાં સારવાર માટે દાખલ થતાં ગાંધીગ્રામ પોલીસને જાણ કરાઇ હતી.

લાલજીભાઇના કહેવા મુજબ ચાર દિવસ પહેલા તેની દુકાને ઇકબાલ બાલ-દાઢી કરાવી ગયો હતો તેના રૂા. ૧૨૦ બાકી રાખીને ગયો હતો. આજે ઉઘરાણી કરવા જતાં રૂા. ૧૦૦ આપ્‍યા હતાં. બાકીના ૨૦ આપ્‍યા નહોતાં. આ પછી તેણે દૂકાને આવીને  કેમ તું પૈસાની ઉઘરાણી કરવા ઘરે આવ્‍યો? કહી હુમલો કર્યો હતો. પોલીસે તપાસ હાથ ધરી છે.

(3:26 PM IST)