<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

ખાદ્યતેલ- કઠોળ સ્‍ટીકના નમુના લેતી ફુડ શાખા

શહેરના ગોર્વધન ચોકથી માધવ પાર્ક ગેટ સુધી ખાણી-પીણીના ૨૦ ધંધાર્થીઓને ત્‍યાં ચેકીંગઃ ૧૨ને લાઇસન્‍સ અંગે નોટીસ

રાજકોટ તા.૩૦: મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના ગોર્વધન ચોક થી માધવપાર્ક ગેટ સુધીના વિસ્‍તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૨૦ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૧૨ ધંધાર્થિઓને લાઇસન્‍સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્‍ય ચીજોના કુલ ૨૦ નમૂનાની સ્‍થળ પર ચકાસણી કરેલ. જયારે ખાદ્યતેલ તથા ફરસાણના નમુના લેવામાં આવ્‍યા હતા.

ચકાસણી કરેલ ધંધાર્થીઓમાં ક્રિષ્‍ના ડેરી ફાર્મ, તુલસી પ્રોવિઝન સ્‍ટોર, શ્રી ગોકુલ પાર્લર, શ્રી દ્વારકેશ સુપર માર્કેટ, મહાકાળી પાણીપુરી, ખોડલ સોડા શોપ, ઉમા પ્રોવિઝન સ્‍ટોર, અંબે લાઈવ વેફર્સ, ક્રિષ્‍ના પાણીપુરી, અક્ષર પ્રોવિઝન સ્‍ટોર તથા અક્ષર ડેરી ફાર્મ-  આપવામાં આવેલ.

ફુડ સેફ્‌ટી સ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-૨૦૦૬ હેઠળ દર્શાવેલ નીચે મુજબની વિગતે કુલ ૦૨ નમૂના લેવામાં આવેલ છે.

ખાદ્યતેલ- કઠોળ સ્‍ટીકના નમુના લેવાયા

રીયુઝંડ પામોલીન ઓઇલ (લુઝ) તથા કઠોળ સ્‍ટીક ફરસાણ નમકીન (લુઝ) બી-નીવા સ્‍નેક્‍સ, બાપુનગર શેરી નં.૦૬, જીલ્લા ગાર્ડન પાસેથી નમુના લેવાની કામગીરી કરવામાં આવી હતી.

(3:27 PM IST)