તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st January 2026
કાલે રજૂ થનાર કેન્દ્ર સરકારના બજેટમાં ખેતી, રોજગારીની તકો, ગરીબી દુર કરવના પગલાને પ્રાધાન્ય અપાશે
સિનીયર સિટીઝનોને વધુ લાભ મળે તેવી યોજનાઓ લાવવી જરૂરી

ફેબ્રુઆરી મહિનો એટલે બજેટનો મહિનો ગયા વર્ષે ૧લી ફેબ્રુઆરીના રોજ બજેટ રવિવારના રોજ નાણામંત્રી નવમી વખત બજેટ બહાર પાડશે. જાન્યુઆરીના અંત ભાગમાં બજેટ અંગેની ચર્ચા જોવા મળે છે.
૨૦૨૬ના બજેટની ચર્ચા કરતા પહેલાં બજેટનો અર્થ જાણવો જરૂરી છે.
બજેટને ગુજરાતીમાં અંદાજપત્ર કહેવામાં આવે છે. બજેટની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય બજેટ એટલે સરકારની આવક અને જાવકનું સરવૈયું બીજા શબ્દોમાં સરકાર રૂપીયો કયાંથી મેળવશે અને રૂપિયો કેવી રીતે ખર્ચવામાં આવશે.
ભુતકાળમાં બજેટને બે વિભાગમાં વેચવામાં આવવુ હતું, રેલ્વે બજેટ અને સામાન્ય બજેટ પરંતુ હવે રેલ્વે વિભાગનો સમાવેશ બજેટમાં કરવામાં આવે છે.
નાણાપ્રધાન નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજુકરશે. આ બજેટ કેવું હશે તેની ઉત્કંઠા લોકોમો મોટા પ્રમાણમાં જોવા મળે છે, કારણકે ભારતીય અર્થતંત્ર સામે વર્તમાન સમયમાં ઘણા આર્થિક પ્રશ્નો જોવા મળે છે.
આ બજેટમાં સૌથી મહત્વની મહત્વની બાબત અ જોવા મળશે કે ૬૦ વર્ષ જુની કર પદધ્ધતીના સામે નવું કર માળખું અસ્તિત્વમાં આવશે, જેના કારણે સરળ બનશે.
ભારતમાં પ્રતયક્ષ કરવેરા કરતા પરોક્ષ કરવેરાનું પ્રમાણ વધારે છે. વર્તમાન સમયમાં કરમુકિતની મયોદા ૧૨લાખ રૂા.ની છે. જે આ મયોદા ૧૫ લાખ જેટલી કરવી જોઈએ. જુની કર પધ્ધતીમાં કર બચત માટે દોઢ લાખની મર્યાદા છે તે વધારીને ૨ાા લાખોરૂા. ની મર્યાદા કરવી જોઈએ,પગારદાર કર્મચારીઓ માટે સ્ટાન્ડર્ડ ડિલેકશન ૭૫રૂા. હજાર રૂા. છે તે વધારીને ૧ લાખ કરવુ જોઈએ.
આગામી બજેટમાં ખેતી, રોજગારીની તકો અને ગરીબી દુર કરવા માટેના વિવિધ પગલાઓ ભરવામાં આવશે તેવું લાગે છે. હાઉસીંગ લોન હેલ્પ કેર અને શિક્ષણ ખર્ચ ઉપર છૂટ અથવા તેનું પ્રમાણ વધારેમાં આવશે તેવું લાગે છે. બચત અને રોકાણને પ્રોત્સાહન માટેના પગલા લેવા અત્યંત જરૂરી છે. કારણ કેભારતમાં બચતનો દર ખુબજ નીચ ેછે.
સરકાર વિદેશમાંથી કાળુ નાણું લાવી શકી નથી. ભારતમાં રહેલા કાળા નાણાને બહાર લાવવા માટે વિવિધ પગલા લેવા અત્યંત જરૂરી છે. કાળા નાણાને કારણે ભારતમાં મોંઘવારીનો દર સતત વધતો જાય છે. બજેટમાં એક મહત્વની જાહેરાત થવાની સંભાવના છે. પતિ પત્નીના સંયુકત ટેકસ રિર્ટનનો વિકલ્પ આપી શકે તેવું લાગે છે. આગામી સમયમાં આસામ, કેરળ, તામિલનાડુ અને પ.બંગાળમાં વિધાનસભાની ચૂંટણી છે. જેના કારણે આવા રાજયોને બજેટમાં માટો લાડવો મળશે. કારણ કે અર્થકારની સાથે રાજકારણ સંકળાયેલુ઼ હોય છે.
રેલ્વેનું મોટા પાયા પર આધુનીકકરણ કરવામાં આવશે, વંદેભારત ટ્રેઇનની સંખ્યા વધારવામાં આવશે.
સૌરાષ્ટ્રની ટ્રેઇનનો જે લાભ મળવો જોઇએ તે મળી શકયો નથી તે મળવો જોઇએ.
ભારતીય અર્થતંત્ર કૃષી અર્થતંત્ર છે. ભારતના ૨૦% લોકો પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ખેતી સાથે સંકળાયેલા છે. આ માટે ભારતનું બજેટ કૃષી લક્ષી હોવું જોઇએ. ખેતી વિશેષ સાધનો રાસાયણીક ખાતર, જંતુનાશક દવાઓ વગેરે ખેડૂતોને સસ્તા ભાવે મળી શકે તેવું બજેટ હોવું જરૂરી છે.
સીનીયર સીટીઝનને વિકસીત દેશોની સરખામણીએ ખૂર જ ઓછા લાભ મળે છે. આવા લોકો માટે વિવિધ પ્રકારની યોજનાઓ બહાર પાડવી અતી જરૂરી છે.
મહિલાઓના વિકાસ માટે સરકારે વિવિધ પગલાઓ લેવા જોઇએ. મહિલાઓમાં શિક્ષણક્ષેત્રે વધારેમાં વધારે જાગૃતી આવે તેવા પગલાઓ લેવા અત્યંત જરૂરી છે. મહિલાઓનું રસોડાનું બજેટ ન ખોરવાઇ તેવું હોવું જોઇએ.
ટૂંકમાં બજેટ યુવાલક્ષી કૃષીલક્ષી, પ્રજાલક્ષી અને રોજગારી આપતું બજેટ હશે તો અચ્છુ દિન આવી શકશે. બજેટને માથે મૂકીને નાચવાનું મન થાય એવું હોય તો અચ્છે દિનનો અહેસાસ થઇ શકશે.
પ્રો.સી.એમ.મહેતા
ભૂતપૂર્વ ચેરમેન બોર્ડ ઓફ ઇકોનોમીકસ
સૌ.યુની. રાજકોટ જામજોધપૂર
મો.૯૪૨૭૨ ૮૦૨૮૭
(3:50 PM IST)










